ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : માંગરોળમાં પ્રાથમિક શાળાના રૂમમાં સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી - Surat Friend killed friend

સુરતના માંગરોળ તાલુકામાં બે મિત્રો વચ્ચે બનેલી બોલાચાલી ઉગ્ર બની ગઈ છે. રોષે ભરાયેલા મિત્રએ સાથી મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે. હત્યાના બનાવને લઈને માંગરોળ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો હતો.

Surat Crime : માંગરોળમાં પ્રાથમિક શાળાના રૂમમાં સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી
Surat Crime : માંગરોળમાં પ્રાથમિક શાળાના રૂમમાં સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી

By

Published : Jul 13, 2023, 3:11 PM IST

માંગરોળમાં પ્રાથમિક શાળાના રૂમમાં સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી

સુરત : જિલ્લામાં હાલ દિવસેને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી હતી. માંગરોળના ઉમેલાવ ગામે હત્યાની ઘટના બનવા પામી છે. ગામમાં આવેલી જુની બંધ પ્રાથમિક શાળાના રૂમમાં બે મિત્રો વચ્ચે અપશબ્દો બોલવા બાબતે બંને મિત્રો વચ્ચે બોલાચાલી થઇ હતી. મુકેશ ઉર્ફે ટીનકાએ મિત્ર નરેશ વસાવાને માં બહેન સામે અપશબ્દો બોલી રહ્યો હતો. જેને લઇને નરેશ વસાવાએ મુકેશને ગાળો નહીં બોલવા જણાવ્યું હતું.

સામાન્ય બોલાચાલીનું સ્વરૂપ : જોકે બંને વચ્ચે સામાન્ય બાબતની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રોષે ભરાયેલા નરેશ મોહન વસાવાએ પોતાના સાથી મિત્ર મુકેશ ઉર્ફે ટીનકો ગામીયાભાઇ વસાવાને ઢોર માર્યો હતો અને શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજા સાથે મુકેશ ઉર્ફે ટીનકો ગામીયાભાઇ વસાવા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ મરનારનાં પિતાએ પોલીસને કરતા હરકતમાં આવેલી માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ હત્યારા મિત્ર નરેશ મોહન વસાવા સામે 302 મુજબ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરી તેઓને હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. - PSI એચ.આર પઢિયાર (માંગરોળ પોલીસ મથક)

આરોપીને ઝડપી લીધો હતો :બનેલી હત્યાની ઘટનાને લઈને આરોપીને ઝડપી લેવા માંગરોળ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીના કોલર સુધી પહોંચી ગઈ હતી અને આરોપીને દબોચી લીધો હતો.

  1. Junagadh Crime : પત્નીએ જ પતિનું કાસળ કાઢેલું, ભેદ ખુલતાં જૂનાગઢ પોલીસે પત્ની અને તેના પ્રેમીને ઝડપી લીધાં
  2. Vadodara News: માતાએ બે પુત્રીની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો, આર્થિક તંગીને કારણે બંને દીકરીઓેને ઝેર આપ્યું
  3. Banaskantha Crime : થરાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા કરી, બાદમાં મૃતદેહ 500 કિલોમીટર ફેંકી આવ્યા

ABOUT THE AUTHOR

...view details