સુરત :કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા જાહેર શૌચાલયમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ વિડીયો આમ તો વાયરલ થયો છે, પરંતુ હાલ જે રીતે આ વિડીયો વાયરલ થયો છે. તે લોકોમાં એક આશ્ચર્ય અને રોષ બંને જોવા મળી રહ્યો છે. સુરતના પાર્લે પોઇન્ટ બ્રિજ નીચે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. જોકે આ જાહેર શૌચાલયમાં રસોડું ઊભું કરી દેવામાં આવ્યું છે. જી હા, આ વાત કદાચ સાંભળીને કદાચ નવાઈ લાગશે પરંતુ આ એક સાચી હકીકત છે. સુરત શહેરના એક જાગૃત નાગરિક આ શૌચાલયમાં ગયા હતા. જ્યા જાગૃત નાગરિક શૌચાલયમાં જતા જ તે પોતે ચોકી ઉઠે છે. કારણ કે, ત્યાં જ કામ કરતા કર્મચારીએ શોચાલયને બદલે ત્યાં રસોડું ઊભું કરી કરી દીધું હતું.
રાત્રી દરમિયાન શૌચાલય બંધ : આ ઉપરાંત જ્યારે આ જાગૃત નાગરિક દ્વારા તેને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું હતું કે, તે પોતે બે દિવસ પહેલા જ અહીં આવ્યો છે. રસોઈ કરવા માટે કોઈ જગ્યા નહીં મળતા તેને વિકલાંગ શોચાલયનો ઉપયોગ કર્યો છે. રાત્રિના દસ વાગ્યા આમ પણ શોચાલય બંધ થઈ જતું હોવાનું બહાનું કર્મચારીએ કાઢ્યું હતું. આ સાથે સાથે અન્ય જાહેર શૌચાલયમાં ડ્રગ્સ સહિતના ઇન્જેક્શનનો પણ લોકો લેતા હોવાનો આરોપ તેમના દ્વારા મૂકવામાં આવ્યો હતો. શોચાલયની બહાર મસ મોટી જગ્યા હોવા છતાં આ કર્મચારી શૌચાલયનો ઉપયોગ રસોડા માટે કરતા અનેક સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો :MP Viral Video: ભિંડમાં બાળદર્દીની દલીલથી પ્રભાવિત થયા ડોક્ટર, જુઓ વીડિયો