સુરત:સુરત ઇકો સેલ પોલીસે 2706 કરોડના GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માનગની રફીકભાઇ કટાણીની ભાવનગર ખાતેથી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીએ ઉસ્માનગનીએ આનંદ પરમાર, ફૈઝલ, ખોલીયા, આફતાબ સોલંકી સાથે મળી GST પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી. ઉસ્માનગનીએ અલગ-અલગ બેંક ખાતા થકી 100 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.
16 જેટલાં આરોપીની ધરપકડ કડી જેલ ભેગા કર્યા: પોલીસ આ આરોપીની ઘણા સમયથી શોધખોળ કરી રહી હતી. અંતે પોલીસે ભાવનગરમાં ખાતે આવેલ જુની માણેક વાડી પાસે શિશુ વિહાર રોડ ઉપર બાગેફીરદોશ ફ્લેટમાંથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ પેહલા જ પોલીસે GST મામલે કુલ 16 જેટલાં આરોપીની ધરપકડ કડી જેલ ભેગા કર્યા હતા.
અલગ અલગ પેઢીઓમાંથી 100 કરોડ રૂપિયાનું ટ્રાન્જેકશન કર્યું:સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર આરોપી ઉસ્માનગની રફીક કટાણીએ ઇકો સેલ પોલીસે પકડી પાડવામાં આવેલા આરોપી આનંદ પરમાર, ફૈઝલ ખોલીયા, આફતાબ સોલંકી સાથે મળી GST પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી. આરોપી આનંદ પરમાર સાથે ઉસ્માનગનીએ ખોટી રીતે કૃષિ અંગેના ખાતાઓ બેંકમાં ખોલાવી અલગ અલગ પેઢીઓમાંથી 100 કરોડ રૂપિયાનું ટ્રાન્જેકશન કર્યું હતું. જે પૈકી 50 કરોડ રૂપિયા બેંકમાંથી રોકડ ઉપાડી તે રૂપિયા સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં આંગ઼ડિયામાં મોકલી આપ્યા હતા. અગાઉ GST કૌભાંડમાં સચીન ઉનનો મુરશીદ આલમ હબીબુલ રહેમાન સૈયદ પકડાયો હતો. તેણે મુરશીદ આલમે 496 કરોડના બોગસ બિલો બનાવ્યા હતા.