સુરત : વરસાદ અને હાઈટાઈટના કારણે એક જેલીફિશ તણાઈને ડુમસ બીચ કિનારે આવી જતા કુતૂહલ સર્જાયો હતો. ડુમસ દરિયા કાંઠે દુર્લભ જળ પ્રાણી જોવા મળતા જેલીફિશને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. હાલ વરસાદના સિઝનના કારણે ડુમસ બીજ પર મોટી સંખ્યામાં સેહલાણીઓ આવતા હોય છે. આ અંગેની જાણકારી સ્થાનકો દ્વારા ફ્રેન્ડસ ઓફ એનિમલ ટીમને આપવામાં આવી હતી. ફ્રેન્ડસ એનિમલ ટીમના સભ્યો તાત્કાલિક ડુમસ બીચ પર પહોંચ્યા હતા.
Dumas Beach : ડુમ્મસ બીચ પર પ્રથમવાર જેલીફિશ જોવા મળતા સર્જાયું કુતૂહલ - Jellyfish in sea of Surat
સુરતના ડુમ્મસ બીચ પર પ્રથમવાર જેલીફિશ જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું. લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણકારી સચિન વિસ્તાર ખાતેના ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમને થતા આ સંસ્થાના સભ્યો ડુમસ બીચ પર પહોંચી ગયા હતા. જેલીફિશનો બચાવ કરીને તેને દરિયામાં છોડી દેવામાં આવી હતી.
પાનીકો દ્વારા અમને જાણકારી મળી હતી કે એક જેલી ફિશ અહીં તણાઈને આવી છે. તાત્કાલિક બીચ પર પહોંચ્યા હતા અને ડુમ્મસના દરિયા કિનારેથી તેને પાણીમાં ફરીથી છોડી મુકાઈ છે. જતીન રાઠોડ (સંસ્થાના સભ્ય, ફ્રેન્ડ્સ આફ એનિમલ)
લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા :અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં જેલીફિશના આશરે દોઢ હજારથી પણ વધુ પ્રજાતિઓ છે. આ જોવામાં પારદર્શક હોય છે અને મોટા ભાગે આ સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ જોવા મળતી હોય છે. સુરતના દરિયાકાંઠે પ્રથમવાર આ જેલીફિશ જોવા મળતા લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. જેલીફિશની વાત કરવામાં આવે તો, આ માછલીઓની તુલનામાં પાણી ઉપરની બાજુ તરતી જોવા મળે છે. જેથી તે મહત્તમ સૂર્યપ્રકાશ મેળવી શકે. સૌથી અગત્યની વાત છે કે ભારતના દરિયાકાંઠે ઓછી સંખ્યામાં આ પારદર્શક જેલીફિશ જોવા મળતી હોય છે. ત્યારે હાલ તો બીચ પર જોવા મળતી જેલીફિશને સંસ્થાના સભ્યો ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી તેને ફરીથી દરિયામાં છોડી મૂકી હતી.