સુરત : શહેરના ગોડાદરા વિસ્તારમાં 52.50 લાખ રૂપિયાની જમીનની ઠગાઈ કરનાર આરોપી ડોક્ટર અઢી વર્ષ બાદ ઝડપાયો છે. આ સમગ્ર ઘટનામાં તેની ધરપકડ ન થાય આ માટે તે સાધુ બનીને રહેતો હતો. જે કામ માટે પશ્ચિમ બંગાળથી તે સુરત આવ્યો હતો અને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યા હતો. આરોપી ડોક્ટર સુકુમાર રોય બંગાળમાં સાધુ બનીને રહી રહ્યો હતો.
શું છે સમગ્ર મામલો : અઢી વર્ષ પહેલા ગોડાદરા ખાતે જમીન ચીટીંગ મામલે ડીંડોલી પોલીસે બાર જણા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક આરોપી ડોક્ટર પણ હતો. પરંતુ ફરિયાદ દાખલ થયા બાદ તે સુરત છોડીને નાસી ગયો હતો. અઢી વર્ષથી આ ડોક્ટરની શોધખોળ ગોડાદરા પોલીસ કરી રહી હતી. પોલીસને બાદ માહિતી મળી હતી કે 52.50 લાખ રૂપિયાની જમીન મામલે છેતરપિંડી કરનાર આરોપી ડોક્ટર સુકુમાર રોય બેંકના કામથી સુરત આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગોડાદરા અંજલી નંદની રેસીડેન્સી પાસે તેની ધરપકડ કરી લીધી હતી.
52.50 લાખની ઠગાઈ કેસમાં ડોક્ટર સહિત બાર લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. અઢી વર્ષથી અમે ડોક્ટરની શોધખોળ કરી રહ્યા હતા. અમને જાણકારી મળી હતી કે ડોક્ટર બેંકના કામ અર્થે સુરત આવ્યો છે. એણે પોતાની પત્નીને પણ કોલ કરીને હોટલમાં બોલાવી હતી. જે અંગેની જાણકારી મળતા જ અમે તેની ધરપકડ કરી હતી. તેની ધરપકડ ન થાય આ માટે જે છેલ્લા અઢી વર્ષથી પશ્ચિમ બંગાળમાં સાધુ બનીને રહેતો હતો. - જે.સી.જાદવ (ગોડાદરાના પોલીસ ઇન્સ્પેક્ટર)
પશ્ચિમ બંગાળ નાસી ગયો હતો :જમીન ઠગાઈ મામલે 60 વર્ષીય સુકુમાર શરદચંદ્ર રોય સુરત શહેરના ગોડાદરા વિસ્તારના આશિક નગર ત્રણમાં રહેતો હતો અને તે મૂળ પશ્ચિમ બંગાળના બસ્તા ગામનો રહેવાસી છે. ડોક્ટર સહિત બાર જેટલા લોકોએ સુરત શહેરના દેલડવા ગામની જમીન બિલ્ડર પાસેથી 52.50 લાખ રૂપિયા હેડવી આ લોકોએ બિલ્ડર સાથે છેતરપિંડી કરી હતી, ત્યારબાદ ડોક્ટર સહિત બાર લોકો સામે બિલ્ડરે સુરત શહેરના ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપી ડોક્ટરની ધરપકડ ન કરે આ માટે તે પશ્ચિમ બંગાળ નાસી ગયો હતો અને ત્યાં સાધુ બનીને રહેતો હતો.
- Surat crime news: સુરતમાં હીરાનાં છ વેપારીઓ સાથે રૂપિયા 1.20 કરોડની ઠગાઈ, હીરાની જગ્યાએ ગુટખાનાં ટુડકા પધરાવી દીધા
- Ahmedabad Crime : અમેરિકા જવા માટેની પરીક્ષા પાસ કરાવાના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ આચરનાર 3 શખ્સો ઝડપાયાં
- Ahmedabad Crime News : કરોડોની ઠગાઈ આચરનાર વલસાડના વેપારીની EOW એ કરી ધરપકડ