સુરત : શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી ડાયમંડના 500 રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા છે. કારણ કે, તેઓને દિવાળી બાદનું બોનસ અને પગારમાં વધારો નહીં કરતા હાલ ઉનાળુ વેકેશન આપી દેતા રત્નકલાકારો તેમની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. જોકે નિયમ મુજબ પગાર વધારવાનો હોય પણ કંપની પગાર નહીં વધારતી હોવાનો આરોપ સામે આવતા રત્નકારોમાં હાલ રોષ જોવા મળ્યો છે.
હું કંપનીનો એમ્પ્લોય છું. અમે અહીં ત્રણ એક વર્ષથી કામ કરી રહ્યા છીએ. અમને દિવાળી પછી બોનસ આપવામાં આવે છે, પરંતુ આ વર્ષેથી અમારે દિવાળીની રજા કાપી નાખી અને બોનસ પણ અર્ધો કરી નાખ્યો છે. કંપની દ્વારા કહેવામાં આવે છે કે, તમારો જાન્યુઆરી મહિનામાં પગાર વધારો થશે, પરંતુ હજી સુધી અમારો પગાર વધારવામાં આવ્યો નથી. આજે 5માં મહિને એમ જણાવે છે કે, તમારો પગાર નહીં વધે કંપની મંદીમાં જતી રહી છે. તો શા માટે અમારું શોષણ કરવામાં આવ્યું છે. કંપની આટલો નફો કરતી હોય તો બીજી બિલ્ડીંગના બાંધતી હોય આજે એવું કહી રહ્યા છે કે મંદી છે. કાલે તેજી આવી જશે તો અમને કોઈપણ પ્રકારનો પગાર વધારો આપવામાં આવશે નહીં. - સંજય (રત્નકલાકાર)
આ બાબતે અન્ય એક રત્નકલાકાર રાહુલે જણાવ્યું કે, જાન્યુઆરી મહિનાથી અમને સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમારા પગારમાં વધારો કરવામાં આવશે, પરંતુ આજદિન સુધી પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. આજે હવે એમ કહી રહ્યા છે કે, મંદી આવી ગઈ છે. તમારા પગારમાં વધારો કરવામાં આવે નહીં. અમે તમામ રત્ન કલાકારો આખું વર્ષ તનતોડ મહેનત કરવી છી. તો આખા વર્ષમાં એક વાર તો મંદી આવે જ છે. તો કંપનીએ પણ તમામ રત્નકલાકાર વિશે પણ વિચારવું પડે કે તેઓને એક વાર પગારમાં વધારો તો કરવો જ જોઈએ. આજે કુલ અહીં 500 રત્ન કલાકારો ઉભા છે. અચાનક જ કંપની દ્વારા વેકેશન બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ તેઓએ કારણ જણાવ્યું નથી કે રત્ન કલાકાર વેકેશન પગાર આપશે કે નહીં.