સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સાડા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો.જેના સમગ્ર શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. આ કેસમાં કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. બાળકી પર દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને હત્યાના પ્રયાસનાં ગુનામા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર. કે. દેસાઈની કોર્ટે 19 વર્ષીય આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. ચોકલેટની લાલચ આપી નરાધમ બાળકીને પાલિકાના ખુલ્લાં મેદાનમાં લઇ ગયો હતો. ત્યારબાદ દુષ્કર્મ આચર્યુ હતું.. હાલમાં પણ બાળકીની સારવાર ચાલી રહી છે અને તે અમદાવાદ હોસ્પિટલમાં છે.
બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ સડશે ! - ફાંસીની સજા
સુરત : શહેરમાં ચકચારી ડીંડોલી બાળકી દુષ્કર્મ કેસમાં સુરત સેશન્સ કોર્ટે 19 વર્ષીય આરોપી ને છેલ્લાં શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. જોકે કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ નહીં ગણી આરોપીને ફાંસની સજા આપવાનું ટાળ્યુ હતું.
સુરત કોર્ટમાં સતત નવ મહિના સુધી ટ્રાયલ ચાલી હતી. આરોપી સામે તેના જ ચાર વર્ષીય ભાણેજની પોલીસ સમક્ષ જુબાની લેવાઈ અને પીડિતાની જુબાની, મેડિકલ એવિડન્સ સજા માટે મહત્ત્વના પુરવાર થયા હતા. માસુમ બાળકીએ ફોટો મારફત આરોપીને ઓળખી બતાવ્યો હતો. બાળકીની બે વખત જૂબાની લેવામાં આવી હતી.
જોકે આ સમગ્ર મામલે કોર્ટે કેસને મૃત્યુ દંડ માટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણ્યો નહીં. કોર્ટ મુજબ આ કેસના સંજોગો અને હકીકતો તેમ જ આરોપીની ઉંમર તેમ જ તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી. જેથ આરોપીને મૃત્યુદંડની સજા કરવી યોગ્ય નથી.