સુરત:પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફ્રોડ કરતી ગેંગ ઝડપાય છે. સુરત પોલીસે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યો સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ અને ઇન્કમટેક્સની કલમના અલગ અલગ પ્રકારના ખોટા કેસોમાં ફસાવી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. કુલ 14 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. સાયબર પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી 8 લાખ ફ્રીઝ પણ કરાવ્યા છે.
કેવી રીતે કરતા હતા ફ્રોડ:ફરિયાદીને એક મોબાઈલ નંબર ઉપરથી ફેડેક્સ કુરિયર કંપનીમાંથી વ્હોટ્સએપમાં એક ફેક મેસેજ મોકલનાર અને મોબાઈલ નંબર ઉપરથી એક વીડિયો કોલ કરી પોલીસ યુનિફોર્મમાં પાછળ ભાગે ગોરેગાંવ પોલીસ સ્ટેશનનું બોર્ડ દેખાતું હોય તે રીતે વાતો કરનાર અને અન્ય એક મોબાઈલ નંબર ઉપરથી પોલીસ તરીકેની ઓળખ આપી વાતચીત કરનાર લોકોની છેતરપિંડી મામલે સુરત સાયબર ક્રાઇમએ ધરપકડ કરી છે. આ ત્રણે આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફેડેક્સ કુરિયર કંપનીમાંથી તમારા નામથી કેનેડા ખાતેથી પાર્સલ મોકલવામાં આવેલ છે તે જણાવી ફરિયાદી પાસેથી ડોક્યુમેન્ટ લઈ લીધો અને યાદીને જણાવવામાં આવ્યું હતું કે જે ડોક્યુમેન્ટસ તેઓએ આપ્યું છે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
ત્રણ લોકોની ધરપકડ:આ ઉપરાંત ઠગાઈ કરનાર ફરિયાદીને જણાવતા કે સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ અને ઇન્કમટેક્સ વિભાગના અલગ અલગ કેસો તમારી ઉપર બનશે. તેમાંથી બચવા માટે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા પડશે. જામીન મેળવવા માટે વકીલની ફી અને ડિપાર્ટમેન્ટથી બચવા માટે અલગ અલગ નાણા જમા કરાવવાનું કહેતા. આમ ટુકડે ટુકડે 14.76 લાખ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરાવ્યા હતા. આ અંગે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત સાઇબર ક્રાઇમ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
'ત્રણેય લોકોની ધરપકડ ટેકનિકલ સર્વેન્સના આધારે કરવામાં આવી છે. 23 વર્ષીય રજા અહેમદ, 22 વર્ષીય મોહમ્મદ જાવેદ અને 26 વર્ષીય મોહમ્મદ આલીઝની ધરપકડ કરાઈ છે. ત્રણેય આરોપીઓને અમદાવાદથી શોધી કાઢી તેમની અટકાયત કરી હતી અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ બેન્ક એકાઉન્ટ માંથી 8.10 લાખ રૂપિયા ફ્રીઝ પણ કરવામાં આવેલ છે.'-યુવરાજસિંહ ગોહિલ, એસીપી, સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ
- Gold Smuggling : દાણચોરીનો નવો આઈડિયા, કંઈક આવી રીતે સાડીમાં છુપાવ્યું હતું સોનું...
- Ahmedabad Crime : યુવતીને છેડતાં યુવકને લોકોએ માર માર્યો, પોલીસે બચાવ્યો બાદમાં થયો મોટો ઘટસ્ફોટ