ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : બહેન સાથે પ્રેમસંબંધની આશંકામાં યુવકની હત્યા, કેક કાપતાં પહેલાં મિત્રને 15 ઘા ઝીંકી દીધાં - પાર્થ આહીરકર

સુરતમાં મિત્રના બર્થડે પાર્ટીમાં ગયેલા યુવાનની તેના જ મિત્રએ કરપીણ હત્યા કરી નાખી હતી. આરોપી અજરુદ્દીન અહેમદે કેક કાપે તે પહેલા તેણે પોતાના મિત્ર પાર્થ આહીરકરના શરીર પર ચપ્પુના 15 ઘા ઝીંકી હત્યા કરી હતી. બહેન સાથે પ્રેમસંબંધની આશંકા હત્યામાં પરિણમી હતી. મામલાને લઇને સુરત પોલીસે તપાસ હાથ ધરી છે.

Surat Crime : બહેન સાથે પ્રેમસંબંધની આશંકામાં યુવકની હત્યા, કેક કાપતાં પહેલાં મિત્રને 15 ઘા ઝીંકી દીધાં
Surat Crime : બહેન સાથે પ્રેમસંબંધની આશંકામાં યુવકની હત્યા, કેક કાપતાં પહેલાં મિત્રને 15 ઘા ઝીંકી દીધાં

By

Published : Aug 16, 2023, 5:24 PM IST

મિત્રએ કરપીણ હત્યા કરી

સુરત : પોતાના મિત્રના બર્થડે પાર્ટીમાં ગયેલા યુવાનની તેના જ મિત્રએ કરપીણ હત્યા કરી નાખી હતી. આરોપી કેક કાપે તે પહેલા તેણે પોતાના મિત્રના શરીર પર 15 ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. આરોપી અજરુદ્દીન અહેમદએ પોતાનાં બર્થડે પાર્ટીમાં બહેનના પૂર્વ પ્રેમી પાર્થ આહીરકરને બોલાવી તેમના પ્રેમ સંબંધને લઈ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પાર્થની હત્યા કરી નાખી હતી. પાર્થના એક વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન થયા હતાં.મૃતકની પત્નીને છ માસનો ગર્ભ પણ છે. આ સમગ્ર મામલે અથવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે અને પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપી હત્યા કરી રહ્યો હતો ત્યારે એક વીડિયો પણ સામે આવ્યો છે.

નાનપુરા ટીમલિયાવાડ વિસ્તારમાં રાત્રે એક વાગ્યાથી લઈ દોઢ વાગ્યાના અરસામાં હત્યાનો બનાવ બન્યો છે. 25 વર્ષે અજરૂદ્દીન અહેમદનો જન્મદિન હતો. તેની બહેનનો પૂર્વ પ્રેમીને પણ આ જન્મદિન પર બોલાવવામાં આવ્યા હતા. આ બંને પરિવાર પહેલા સુરતના કોસાડ વિસ્તારમાં રહેતા હતાં પરંતુ એક વર્ષ પહેલા અજરુદ્દીન નાનપુરા વિસ્તારમાં રહેવા માટે આવ્યો હતો. અજરુદ્દીન પાર્થ રમેશભાઈ આહીરકરને પણ બોલાવ્યા હતાં, જ્યાં પ્રેમ પ્રસંગને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર પછી અજરુદ્દીને ચપ્પુ વડે પાર્થ રમેશ આહીરકર ઉપર જીવલેણ હુમલો કર્યો. 15 જેટલા ઘા ઝીંક્યા હતા. આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી છે. હાલ જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે પ્રમાણે પાર્થ આરોપીની બેન સાથે મિત્રતા કેળવી હતી જેનાથી રોષે ભરાઈ તેને પાર્થની હત્યા કરી છે...વિજયસિંહ ગુર્જર(સુરત પોલીસ ડીસીપી ઝોન)

પહેલાં તકરાર કરી બાદમાં હત્યા : સુરત શહેરના એક બર્થ ડે પાર્ટીમાં કેક કપાય તે પહેલા એક મિત્રએ પોતાના બીજા મિત્રની હત્યા કરી નાખી છે. પ્રેમ પ્રસંગની આશંકામાં 24 વર્ષીય પાર્થ રમેશભાઈ આહીરકરની હત્યા કરવામાં આવી છે. પોતાના મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો ત્યારે તેના એક મિત્રએ તેને પોતાની બર્થ ડે પાર્ટીમાં બોલાવ્યો હતો. પાર્થ અજરૂદીનને છેલ્લા ઘણા વર્ષોથી ઓળખે છે. પાર્થને ખબર નહોતી કે આરોપી અજરૂદ્દીન તેને પોતાની બહેન સાથે પ્રેમ સંબંધ વિશે બોલાવી તકરાર કરશે. જ્યારે પાર્થ બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યો ત્યારે આરોપી અજરૂદીને પહેલા પોતાની બહેન સાથેના સંબંધને લઈ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેના શરીર પર 15 જેટલા ઘા જિંદગી દીધા હતાં. જેથી તેણે લોહીલુહાણ હાલતમાં હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

રાત્રે મારો પુત્ર પોતાના બે મિત્રો સાથે જમવા માટે ઘરેથી નીકળ્યો હતો. બોલાચાલી થઈ એ અંગે અમને ખબર નથી. રાત્રે 1:00 વાગે અમને ફોન આવ્યો કે તમારા પુત્રને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જોયું તો લોહીમાં લથબથ મારો છોકરો હતો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો જેથી અમે પોસ્ટમોર્ટમ કરવા માટે રાત્રે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યાં. હું તો માત્ર એટલું જ કહેવા માંગીશ કે મારો છોકરો તો હવે નથી. જેણેે હત્યા કરી છે તેને કડક સજા થાય બસ આટલું જ કહેવા માંગીશ..રમેશભાઈ આહીરકર (મૃતક પાર્થના પિતા)

પત્નીને છ માસનો ગર્ભ છે : ફરજ પરના તબીબોએ પાર્થને મૃત જાહેર કર્યા હતાં. આરોપીની શંકા હતી કે બહેનના પૂર્વ પ્રેમી પાર્થ સાથે હજુ પણ બહેનનો સંબંધ છે. બંને વચ્ચે તકરાર થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતાં અને પત્નીને છ માસનો ગર્ભ છે. પાર્થનું મોત થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ સમગ્ર મામલે અથવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને આરોપીની અટકાયત પણ કરી લીધી છે. પાર્થ ડીજે ચલાવી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો.

  1. Ahmedabad Crime : રીસાયેલી પત્નીને લેવા પહોંચ્યો યુવક, પત્ની સહિત સાસરિયાઓએ એવું કર્યું કે જીવ ગુમાવ્યો
  2. Banaskantha Crime : થરાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા કરી, બાદમાં મૃતદેહ 500 કિલોમીટર ફેંકી આવ્યા
  3. Navsari Crime : પિયરમાં બહેન આવી તો પ્રેમ સંબંધનું ભૂત ધુણ્યું, ભાઈએ ચપ્પુના ઘા ઝીંકી યુવકના પ્રાણ પંખેરા ઉડાડી નાખ્યા

ABOUT THE AUTHOR

...view details