ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 14 વર્ષની કિશોરીએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા - સુરત પાંડેસરા પોલીસ

સુરતના પાંડેસરા વિસ્તારમાં(Surat Pandesara area) આવેલ જય જવાન જય કિસાન(Jai Jawan Jai Kisan) એપાર્ટમેન્ટમાં રહેતી 14 વર્ષીય કિશોરીએ કોઈ કારણસર માતાના રૂમમાં દુપટ્ટા જોડે ગળે ફાસો ખાઇ આત્મહત્યા(Surat Crime) કરી લીધી હતી.

સુરતમાં 14 વર્ષની કિશોરીએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા
સુરતમાં 14 વર્ષની કિશોરીએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

By

Published : Nov 24, 2021, 1:18 PM IST

  • સુરતમાં 14 વર્ષની કિશોરીએ કરી આત્મહત્યા
  • દુપટ્ટાં જોડે ગળાફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • બાળકી ધોરણ-7માં અભ્યાસ કરતી હતી
  • ક્રાઇમ પેટ્રોલ જોઈને રમતે ચડીને મોતનું પગલું ભર્યુંની શક્યતાઃ મૃતક બાળકીના પિતા

સુરતઃ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં(Surat Pandesara area) એક એપાર્ટમેન્ટમાં રહેતી 14 વર્ષીય કિશોરીએ મંગળવાર સાંજે પોતાના જ ઘરમાં માતાના રૂમમાં દુપટ્ટા લઈ ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું(girl suicide herself) છે. જો કે માતાનું ધ્યાન જતાં તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) લાવતા ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બાબતે પાંડેસરા પોલીસે(Surat Pandesara Police) આત્મહત્યાનો ગુનો નોંધી(Surat Crime) આગળની તપાસ હાથ ધરી છે.

બાળકી ધોરણ-7માં અભ્યાસ કરતી હતી

મૃતક 14 વર્ષની કિશોરીના મોટાભાઈએ જણાવ્યું હતું કે, મારી નાની બહેન કયા કારણોસર અંતિમ શ્વાસ લીધા એ વાતની અમને પણ જાણ નથી. હું અને મારો નાનો ભાઈ ટ્યુશન ગયા હતા અને માતા માર્કેટમાં ગઈ હતી. માતાએ ઘરે આવતા બહેનનું લટકતું શરીર જોવા મળ્યું હતું. માતાએ આ દ્રશ્ય જોતા બૂમાબૂમ થઈ ગયા હતા. બાદમાં આજુબાજુના પડોશીઓ દોડી આવ્યા અને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાં ડૉક્ટરે બહેન મૃત જાહેર કરી હતી. બહેન ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. મૃતક કિશોરીના મોટાભાઈ આગળ કહ્યું કે, અમે મૂળ ઉત્તરપ્રદેશના જોનપુરના વતની છીએ. સુરતમાં પિતા ટ્રકનો વ્યવસાય કરી રહ્યા છે

ટીવીમાં ક્રાઇમ પેટ્રોલ જોઈને રમતે ચડીને આવું પગલું ભર્યું હોય શકેઃ મૃતક બાળકીના પિતા

મૃતક બાળકીના પિતાએ કહ્યું કે, અમને વિશ્વાસ નથી થતો કે મારી પુત્રીએ આવું પગલું ભર્યું. અમારા ઘરમાં ટીવીમાં હંમેશા ક્રાઇમ પેટ્રોલ(Crime Patrol) જ ચાલતું હોય છે. મને લાગે છે કે મારી પુત્રીએ આ બધું જોઈ રમતા રમતા ગળે ફાસો હોય એમ લાગી રહ્યું છે. અભ્યાસમાં પણ તે હોશિયાર હતી. અવે એના દિમાગમાં શું આવ્યું, શું ચાલતું હતું, કે આ રીતે પગલું ભર્યું.

આ પણ વાંચોઃ ઇઝરાયેલ દ્વારા 5થી 11 વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણ કરાયું શરૂ

આ પણ વાંચોઃ BJP સાંસદ ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરથી મારી નાખવાની મળી ધમકી

ABOUT THE AUTHOR

...view details