ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : શંકાશીલ પ્રેમીએ જીપીએસ ટ્રેકરનો જાસૂસી માટે ઉપયોગ કર્યો, યુવતીએ નોંધાવી ફરિયાદ - પ્રેમિકાના વાહનમાં જીપીએસ ટ્રેકર સીસ્ટમ લગાવી

વેલેન્ટાઇન ડેનો દિવસ હોય ત્યારે પ્રેમીજનોના ઉત્સાહની વાતો સાંભળવા મળે. ત્યારે સુરતમાં તેનાથી ઊલટો કિસ્સો બહાર આવ્યો છે. કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે કે વહેમીલા પ્રેમીએ પ્રેમિકાના વાહનમાં જીપીએસ ટ્રેકર સીસ્ટમ લગાવી જાસૂસી કરી હતી.

Surat Crime :  શંકાશીલ પ્રેમીએ જીપીએસ ટ્રેકરનો જાસૂસી માટે ઉપયોગ કર્યો, યુવતીએ નોંધાવી ફરિયાદ
Surat Crime : શંકાશીલ પ્રેમીએ જીપીએસ ટ્રેકરનો જાસૂસી માટે ઉપયોગ કર્યો, યુવતીએ નોંધાવી ફરિયાદ

By

Published : Feb 14, 2023, 6:39 PM IST

સુરત : વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા પ્રેમિકાએ પોતાના પ્રેમી વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રેમી પર આરોપ છે કે પ્રેમી પ્રેમિકાના વાહન પર જીપીએસ ટ્રેકર લગાવી તેની જાસૂસી કરી રહ્યો હતો. પ્રેમિકાને આ વાતની ખબર ત્યારે પડી જ્યારે તેણે પોતાની મોપેડ સર્વિસમાં આપી હતી. જેથી લાલધૂમ થઈ પ્રેમિકાએ જેને પ્રેમ કરતી હતી તેની જ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રેમિકાનો પીછો અને જાસૂસી : પ્રેમિકા પર વોચ રાખવા માટે પ્રેમીએ જે હથકંડો અપનાવ્યો છે તેને સાંભળીને દરેક પ્રેમિકા એલર્ટ થઈ જશે. પ્રેમિકા કોને મળવા જઈ રહી છે અને કયા લોકેશન પર છે એ જાણવા માટે પ્રેમીએ પ્રેમિકાના મોપેડ પર જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું અને તેના આધારે તે પ્રેમિકાનો પીછો અને જાસૂસી કરવા લાગ્યો હતો. જ્યારે પ્રેમિકાએ પોતાનું મોપેડ સર્વિસમાં મૂક્યુ ત્યારે પ્રેમીની સમગ્ર હકીકત બહાર આવી હતી. પોતાના પ્રેમીની આ હરકત જોઈ પ્રેમિકા પણ લાલઘૂમ થઈ ગઈ હતી.

આ પણ વાંચો શંકાશીલ પતિએ પત્નીની જાસૂસી માટે રાખ્યો માણસ, જે પત્નીના ફોટા પાડતા ઝડપાયો

પ્રેમિકા આઘાત પામી ગઈ :વહેમી પ્રેમીને જ્યારે પ્રેમિકાના પરિવારના સભ્યો સમજાવવા ગયા હતા ત્યારે આરોપી પ્રેમીએ યુવતીના પરિવાર સાથે પણ ઝપાઝપી કરી હતી. જેથી પ્રેમિકાએ પોતે કતારગામ પોલીસ મથકમાં જઈ આરોપી પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા એક પ્રેમ પ્રકરણનો આવો અંત થશે એ ક્યારેય પણ પ્રેમિકાએ વિચાર્યું ન હતું. જે પ્રેમી પર પ્રેમિકાએ ભરોસો મૂક્યો હતો તે સંકી પ્રેમી તેની સાથે આવું કૃત્ય કરશે તે જાણીને પ્રેમિકા આઘાતમાં આવી ગઈ હતી.

આ પણ વાંચો પૂર્વ પત્નીને HIV બ્લડ ઇન્જેક્શન મારી મોતને ઘાટ ઉતારવાની આશંકા

અવારનવાર પીછો કરી હેરાન કરવા લાગ્યો : આ સમગ્ર મામલે તપાસ કરી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન. સીંગરખીયાથીએ જણાવ્યું હતું કે, આરોપી નિકુંજ નવીનભાઈ પટેલ 18 જુલાઈ 2022ના રોજથી ફરિયાદીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો અને આ માટે ધાકધમકીઓ પણ આપી હતી. એટલું જ નહીં ફરિયાદીની ટુ-વ્હીલર ગાડીમાં જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ ફીટ કરાવી ફરિયાદીનો અવારનવાર પીછો કરી હેરાન કરવા લાગ્યો હતો. ફરિયાદીના મોહલ્લામાં ઘરની સામે આવી ફરિયાદીને તથા ફરિયાદીની માતા અને દાદા દાદીને ગાળાગાળી કરીને તેની માતા સાથે ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં છૂટા હાથની મારામારી કરી બધાને જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયો હતો. અમે આરોપીની શોધખોળ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details