પોલીસે એટ્રોસિટી ફરિયાદ નોંધી છે સુરત : બાગેશ્વરધામ મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરતમાં રહેતા ભક્તને ધમકી આપવામાં આવી હતી. બાગેશ્વરધામ મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના અમિત બાબરીયા નામના ભક્તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મહંતનો વિડીયો અપલોડ કર્યો હતો. જેને લઇને અમિત બાબરીયાને જાતિવિષયક અપશબ્દો બોલીને ધમકી આપવામાં આવી હતી. આ સંદ્રભે સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમિત બાબરીયાા દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર બાગેશ્વરધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના વિડિઓ ઉપર અભદ્ર ટિપ્પણીઓ કરનાર આરોપી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિડિઓના કોમેન્ટ બોક્સમાં ગોપાલ ગોહિલ નામના વ્યક્તિએ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેને લઈને પોલીસે એટ્રોસિટીની વિવિધ કલમ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિડીયો અપલોડ કર્યો હતો : ભારત દેશમાં આજના યુગમાં ઘણા સંતોમહંતો પ્રખ્યાત થઈ રહ્યા છે. એવામાં હાલ સોશિયલ મીડિયા ઉપર બાગેશ્વરધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી જેઓ હનુમાનજીના પરમ ભક્ત માનવામાં આવે છે અને તેઓ લોકોની સમસ્યાઓ સાંભળી નિરાકરણ લાવતા હોય છે. જેથી તેઓ હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ખ્યાતિ ધરાવી રહ્યા છે. ત્યારે તેમના ભક્તો આખા દેશના ખૂણે ખૂણે જોવા મળે છે. જેમાં એક ભક્ત સુરતના સિંગણપોર વિસ્તારમાંથી પણ છે. જેઓનું નામ અમિત બાબરીયા છે. જેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર બાગેશ્વરધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિડીયો અપલોડ કર્યો હતો.
આ પણ વાંચો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કથાકાર મોરારી બાપુએ મોટું નિવેદન આપી દીધુ
જાતિ વિષયક અપશબ્દો કહ્યાં :અમિત બાબરીયાએ અપલોડ કરેલા આ વિડિઓના કોમેન્ટ બોક્સમાં ગોપાલ ગોહિલ નામના વ્યક્તિએ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેને લઈને અમિત અને ગોપાલ બંને વચ્ચે મેસેજ ઉપર વાત થયા બાદ એકબીજાનો નંબર આપ્યા બાદ ગોપાલ ગોહિલે અમિત બાબરીયાને ફોન કરી તેઓના જાતિવિષયક અપશબ્દો કહી ધમકીઓ આપવામાં આવી હતી. અમિત બાબરીયાએ આ મામલે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ગોપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો રાજકોટની આત્મીય કોલેજમાં વિદ્યાર્થીઓ ઝઘડ્યાં, એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ
એટ્રોસિટી ફરિયાદ નોંધાવાઇ : આ બાબતે સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. બી. પઠેરીયાએ જણાવ્યું હતું કે 10 એપ્રિલના 2023ના રોજ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કામના ફરિયાદી અમિત બાબરીયા જેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રી જેઓ બાગેશ્વરધામના મહંત છે તેમના માટે આ કામના આરોપી ગોપાલ ગોહિલ આ સ્ટેટસ સંબંંધે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેને લઈને બંને વચ્ચે મેસેજમાં વાતચીત થઈ હતી. મેસેજમાં વાતચીત દરમિયાન બંને એકબીજાને નંબર આપ લે કર્યા હતા. ત્યારબાદ આ કામના આરોપી ગોપાલ ગોહિલે ફરિયાદીના મોબાઇલ ઉપર વાત કરતા ફરિયાદીને જાતિવિષયક અપશબ્દો કહી ધમકીઓ આપવામાં આવી હતી. આથી ફરિયાદી અમિત બાબરીયાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેને લઈને સિંગણપોર પોલીસે એટ્રોસિટીની વિવિધ કલમ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.