ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime News : વેસુમાં ફાસ્ટ ફૂડ સાથે ઓર્ડર પ્રમાણે વિદેશી દારૂની સપ્લાય કરનારની કરાઇ ધરપકડ

ફાસ્ટ ફૂડની લારીઓ પર મનગમતી વાનગી મળે તે જુદી વાત છે અને આ સ્ટોલ પર જોઇએ એવી બ્રાન્ડનો વિદેશી દારુ પણ વેચવામાં આવે તે જુદી વાત છે. સુરતમાં ફાસ્ટ ફૂડની લારી પર આ પ્રકારનું કામ કરતા યુવક સુનિલ મહેશચંદ્ર શાહની વેસુ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Surat Crime : વેસુમાં ફાસ્ટ ફૂડ સાથે ઓર્ડર પ્રમાણે વિદેશી દારૂનો સપ્લાય પણ કરે, આરોપીની ધરપકડ
Surat Crime : વેસુમાં ફાસ્ટ ફૂડ સાથે ઓર્ડર પ્રમાણે વિદેશી દારૂનો સપ્લાય પણ કરે, આરોપીની ધરપકડ

By

Published : Mar 28, 2023, 3:22 PM IST

સુનિલ મહેશચંદ્ર શાહની વેસુ પોલીસ દ્વારા ધરપકડ

સુરત : સુરત વેસુ પોલીસ દ્વારા ફાસ્ટ ફૂડની આડમાં દારૂનું વેચાણ કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના પોશ વિસ્તારમાં ફાસ્ટ ફૂડની લારી ચલાવનાર વ્યક્તિ લારી પર આવતા લોકોને વિદેશી દારૂનો સપ્લાય કરતો હતો. જે અંગેની જાણકારી પોલીસને મળી હતી. એટલું જ નહીં, આ આરોપી પાસે ગ્રાહક જે બ્રાન્ડની દારૂની ડિમાન્ડ કરે તે પસંદગીનો દારૂ પહોંચાડતો હતો.

ફાસ્ટ ફૂડની આડમાં દારૂનું વેચાણ : સુરત વેસુ પોલીસને જાણકારી મળી હતી કે ફાસ્ટ ફૂડની આડમાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. જેના આધારે સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા હાઇટેક રેસીડેન્સીના ફ્લેટમાં પોલીસ દ્વારા છાપો મારી આરોપી સુનિલ મહેશચંદ્ર શાહની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ફાસ્ટ ફૂડની લારી ચલાવે છે. જ્યારે પોલીસે તેના ફ્લેટમાં છાપામારીની કાર્યવાહી કરી તો આરોપીના ઘરમાંથી રૂપિયા 50 હજારથી પણ વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો Rajkot Crime : રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 3 પેટી વિદેશી દારૂ ઝડપાયો

પોશ વિસ્તારમાં દારૂનું વેચાણ : આરોપીના ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ તેમજ બિયરની ટીન પોલીસે કબજે કરી છે. દારૂના જથ્થા જપ્ત કર્યા બાદ આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આમ તો ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે પરંતુ દારૂના વેચાણ માટે અનેક કીમીઓ અવારનવાર જોવા મળતું હોય છે. સુરતના પોશ વિસ્તારમાં રહેતા અને ત્યાં ફાસ્ટફૂડની લારી ચલાવતા વ્યક્તિ ઓર્ડર પ્રમાણે ફાસ્ટ ફૂડ નહીં પરંતુ દારૂનું વેચાણ કરતો હતો.

અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ : વેસુ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એમ.સી.વાલાએ જણાવ્યું હતું કે આરોપી સુનિલ મહેશચંદ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે તે ફાસ્ટ ફૂડની યાર્ડમાં ગ્રાહકોને દારૂની બોટલો સપ્લાય કરતો હતો. પોલીસે તેના ઘરમાંથી 50 હજાર રૂપિયાના દારૂના જથ્થા પણ કબજે કર્યા છે. આ જથ્થો કોના પાસેથી લાવવામાં આવ્યો હતો તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. આરોપી પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ તેમજ બિયરના ટીન મળી આવ્યા છે.

આ પણ વાંચો Vadodara Crime : લસણના ભૂસાની આડમાં દારુ ઝડપાયો, એકની ઘરપકડ

ઓર્ડર પ્રમાણે દારૂ સપ્લાય : અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સુનિલ સુરત શહેરના પોશ વિસ્તાર વેસુમાં ફાસ્ટ ફૂડ નો ટેમ્પો ચલાવે છે અને અહીં તે આવનાર ગ્રાહકોને તેમના ઓર્ડર પ્રમાણે દારૂની બોટલ પણ સપ્લાય કરતો હતો. તેની પાસે આવતા માનવતા ગ્રાહકોને તેમનો ઓર્ડર પ્રમાણે દારૂ સપ્લાય કરતો હતો. આરોપીના ઘરની અંદરથી મળી આવેલા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ તેમજ બિયરના ટીન જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details