ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નકલી ચલણી નોટો વટાવવા આવેલાં ઝારખંડના રામુલેશ જોસેફની ધરપકડ

ભારતભરમાં નકલી ચલણી નોટો છાપવાનો કાળો ધંધો પોલીસ માટે ભારે દોડધામ કરાવનાર બન્યો છે. એવા આ કેસમાં નકલી ચલણી નોટો છાપી લાવી ટેક્સટાઇલ માર્કેટમાં વટાવવા આવનાર આરોપીનો કેસ સામે આવ્યો છે. રામુલેશ જોસેફ નામનો ઝારખંડનો વતની 200 રુપિયાની નકલી નોટો છાપતો હતો.

Surat Crime : સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નકલી ચલણી નોટો વટાવવા આવેલાં ઝારખંડના રામુલેશ જોસેફની ધરપકડ
Surat Crime : સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નકલી ચલણી નોટો વટાવવા આવેલાં ઝારખંડના રામુલેશ જોસેફની ધરપકડ

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 5:55 PM IST

રામુલેશ 200 રુપિયાની નકલી નોટો છાપતો

સુરત : ભારતના અલગ અલગ રાજ્યમાં નકલી નોટો વટાવનાર ઈસમની સુરત સારોલી પોલીસે ધરપકડ કરી છે. સિક્યુરિટી ગાર્ડની નોકરી કરનાર રામુલેશ જોસેેફની ધરપકડ કરવામાં આવી છે. કોરોનાકાળમાં બેરોજગાર થઈ ગયા પછી આરોપીએ નકલી ચલણી નોટો છાપી તેને વટાવવાની શરૂઆત કરી હતી. પહેલા ઝારખંડ અને ત્યારબાદ આંધ્ર પ્રદેશ તેમજ બિહાર બાદ ગુજરાતના સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં ચલણી નોટો વટાવવા માટે તે પહોંચ્યો હતો. તે નોટો વટાવેે તે પહેલા જ પોલીસે ધરપકડ કરી લીધી હતી.તેની પાસેથી 200 રૂપિયાની 1014 ચલણી નોટો મળી આવી હતી.

ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ જે મુંબઈ ગોરેગાંવ ઇસ્ટનો રહેવાસી છે. તેવા રામુલેશ જોસેફની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેનાં કબજામાંથી 500 રૂપિયાની 153 નોટો, 200 રૂપિયાની 1014 ચલણી નોટો મળી આવી છે. છેલ્લા દસ વર્ષથી આરોપી સિક્યુરિટી ગાર્ડ તરીકે મુંબઈમાં નોકરી કરતો હતો. સુરત આવીને તે હોટલમાં રોકાવાનો હતો. નોટ ક્યાંથી છાપી અને કઈ ક્યાં તેણે સગેવગે કરી છે તે અંગેની પણ તપાસ પોલીસ કરી રહી છે...પી. કે. પટેલ (એસીપી, સુરત પોલીસ)

મુંબઈનો રહેવાસી છે આરોપી : સુરત શહેર સારોલી પોલીસે મૂળ મુંબઈનો રહેવાસી રામુલેશ જોસેફની 2.79 લાખ રૂપિયાના ચલણી નોટો સાથે ધરપકડ કરી છે. કોપી પાસેથી પોલીસે 200 અને 500 રૂપિયાના ચલણી નોટો જપ્ત કરી છે. પોલીસે જ્યારે તેની પૂછપરછ હાથ ધરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે ઝારખંડનો રહેવાસી છે અને છેલ્લા દસ વર્ષથી તે સિક્યુરિટી ગાર્ડ તરીકે મુંબઈમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. ઝારખંડની અંદર સો રૂપિયાની નકલી નોટો વટાવવાની શરૂઆત કરી હતી. કોરોનાના કાળમાં નોકરી ગયા પછી તેણે નકલી ચલણી નોટો છાપવાની શરૂઆત કરી હતી.

પ્રિન્ટર મશીન પણ ખરીદ્યું : આરોપીએ ઝારખંડ સિવાય આંધ્રપ્રદેશ સહિત અન્ય શહેરોમાં પણ ચલણી નોટો વટાવતો હોવાનું જણાવ્યું છે. પ્રિન્ટરની મદદથી આરોપી ચલણી નોટો છાપતો હતો. અને આ માટે તેને 10,000 રૂપિયાની પ્રિન્ટર મશીન પણ ખરીદી લીધું હતું. આરોપી અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આવી જ રીતે ચલણી નોટો વટાવવા માટે આવ્યો હતો. આરોપી સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આ ચલણી નોટોથી ખરીદી કરી આ નોટો વટાવવાનો હતો. જૉકે પોલીસે ચેકિંગ દરમિયાન તેની તપાસ હાથ ધરી હતી અને પાસેથી નકલી ચલણી નોટો મળી આવી હતી.

  1. Ahmedabad Crime News: અમદાવાદમાં 2000ની નોટ બદલાવા દોટ મૂકતાં ચેતજો, 500ની નકલી નોટ પધરાવતાં ત્રણની ધરપકડ
  2. Surat Crime News : સુરત એસઓજી દ્વારા નકલી નોટોના માસ્ટર માઇન્ડ સૂર્યા સેલવારાજની ધરપકડ, હકીકતો જાણી ધ્રુજી જશો
  3. Ahmedabad Crime: મહિનાથી નકલી ચલણી નોટો છાપતા હતા ભેજાબાજ, પોલીસે 25 લાખની નોટ કબજે કરી

ABOUT THE AUTHOR

...view details