ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime News : મોબાઈલ ઝુટવી બાઈકર્સ ફરાર,આધેડ માથું ખંજવાળતા રહી ગયા...જુઓ વિડિયો - સિંગણપોર ડભોલી ચાર રસ્તા

બાઈક પર આવતા ઈસમો લોકોના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂટવીને ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ જાય છે. શહેરમાં અવારનવાર આવા ચિલઝડપના બનાવો બનતા હોય છે. ત્યારે સિંગણપોર ડભોલી ચાર રસ્તા પાસે આવો જ એક બનાવ સામે આવ્યો છે. ઘટના CCTV માં કેદ થઈ છે અને તે વિડિયો વાયરલ પણ થઇ રહ્યા છે.

Surat Crime News : મોબાઈલ ઝુટવી બાઈકર્સ ફરાર,આધેડ માથું ખંજવાળતા રહી ગયા...જુઓ વિડિયો
Surat Crime News : મોબાઈલ ઝુટવી બાઈકર્સ ફરાર,આધેડ માથું ખંજવાળતા રહી ગયા...જુઓ વિડિયો

By

Published : Jun 20, 2023, 8:44 PM IST

મોબાઈલ ઝુટવી બાઈકર્સ ફરાર

સુરત : શહેરમાં વારંવાર ચીલઝડપના બનાવો બનતા હોય છે. બાઈક પર આવતા ઈસમો લોકોના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને ધૂમ સ્ટાઇલમાં ફરાર થઇ જાય છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. જેમાં એક આધેડ વયના વ્યક્તિના હાથમાંથી અજાણ્યા ઈસમો ગણતરીની સેકન્ડમાં મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. સિંગણપોર ડભોલી ચાર રસ્તા પાસે બનેલી આ ઘટના CCTV માં કેદ થઇ છે. આ CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

એક સેકન્ડનો ખેલ :સુરતમાં મોબાઈલ અને ચેઈન સ્નેચરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રસ્તેથી પસાર થતા લોકોના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને આવા બાઈકર્સ ધૂમ સ્ટાઇલમાં ફરાર થઇ જાય છે. આ પ્રકારની ઘટનાઓને લઈને પોલીસમાં ફરિયાદ પણ દાખલ થઇ રહી છે. ત્યારે સુરતમાં આવી જ એક વધુ ઘટના બની છે. તે ઘટના CCTV માં કેદ થઈ છે અને તે વિડિયો વાયરલ પણ થઇ રહ્યા છે.

માથું ખંજવાળતા રહી જશો : સિંગણપોર ડભોલી ચાર રસ્તાના નામે આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, આધેડ વ્યક્તિ રસ્તા પર ઉભા રહીને મોબાઈલ ફોન જોઈ રહ્યા હતા. તે જ સમયે ત્યાં બાઈક પર આવેલા ઈસમો તેઓના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. પલક ઝપકતા જ અજાણ્યા ઈસમો બાઈક પર ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ આધેડ માથું ખંજવાળતા રહી ગયા હતા.

CCTV ફૂટેજ વાયરલ :આ સમગ્ર ઘટના નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. હાલમાં CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસે અગાઉ આવા સ્નેચરને ઝડપી પાડી અનેક ગુનાઓનો ભેદ પણ ઉકેલ્યો છે. પરંતુ તેમ છતાં આવી ઘટનાઓ શહેરમાં બની રહી છે. ત્યારે આવા સ્નેચરોને રોકવા કોઈ નક્કર પગલા લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

  1. Surat Crime: કોર્ટમાં ફિદાઇન હુમલો કરવાની હતી સુમેરા, સુરક્ષા ઘેરાને મજબૂત કરવા અંગેનો નિર્ણય
  2. Surat News: રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા

ABOUT THE AUTHOR

...view details