ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : સુરતમાં પરણિત યુવકે સગીરાને ગર્ભવતી બનાવી, આરોપી એક બાળકનો પિતા - આરોપી એક બાળકનો પિતા

સુરત જિલ્લામાં મોટાપાયે સગીર દીકરીઓ સાથે ધમકાવીને કે પ્રેમજાળ ફસાવીને દુષ્કર્મ આચરવાના બનાવ માધ્યમોમાં આવી રહ્યાં છે. સુરતના માંડવી પોલીસ મથકે વધુ એક આ પ્રકારે સગીરા પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે.

Surat Crime : સુરતમાં પરણિત યુવકે સગીરાને ગર્ભવતી બનાવી, આરોપી એક બાળકનો પિતા
Surat Crime : સુરતમાં પરણિત યુવકે સગીરાને ગર્ભવતી બનાવી, આરોપી એક બાળકનો પિતા

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 7:09 PM IST

માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ

સુરત : સુરત જિલ્લામાં એક 22 વર્ષીય પરિણીત યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ હાલ પોલીસને કરવામાં આવતા પોલીસે આગળની કાયદાકીય તજવીજ હાથ ધરી હતી.

માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : માંગરોળ તાલુકાના 22 વર્ષીય યુવાન રાજા વસાવા એક બાળકનો પિતા હોવા છતાં પણ ફરિયાદીની સગીર દીકરીને લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી પોતાની ઘરે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો તથા બીજીવાર રાજપીપળા પાસે તારાપુર ગામે મિત્રને ત્યાં લઈ જઈ તથા ત્રણેક વખત સગીર દીકરીની મરજી ન હોવા છતાં સંબંધ બાંધ્યો હોવાની માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.

સગીરાને સગર્ભા બનાવી : માંડવી તાલુકાના ગામના યુવાન વિપુલ ચૌધરીએ અન્ય ગામની સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધતા સગીરાને સગર્ભા બનાવી હોવાની ફરિયાદ આવતા માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ બાબતે માંડવી પોલીસ મથકે ફરિયાદ મળી છે. ફરિયાદીની ફરિયાદ મુજબ હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. હેમંત પટેલ (પીઆઈ, માંડવી પોલીસ મથક)

ઓલપાડ પોલીસે પણ એક યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો : અન્ય બનાવની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના એક ગામની સોસાયટીમાં રહેતી ઉત્તરપ્રદેશની સગીરાને એક બિહારી અન્ય સમુદાયના શખ્સે જો તું મારા કહેવા મુજબ નહીં કરશે તો આ ફોટાઓ તારી માતાને બતાવી દેવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યાનો મામલો ઓલપાડ પોલીસના ચોપડે નોંધાયો હતો. ઓલપાડ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો.

ધમકી આપી દુષ્કર્મ : આ ઘટનામાં મૂળ બિહાર રાજ્યના કિશનગંજ જિલ્લાના વતની મોહમંદ શકીલ સમસુદ્દીન શેખે ઘરકામ કરતી મહિલાની સગીર દીકરી સાથે મિત્રતા બાંધી તેણી સાથે ફોટાઓ પાડયા હતા. તેણે સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક અડપલાઓ કરી સગીરાને ધમકી આપી હતી કે જો તું મારા કહેવા મુજબ નહીં કરશે તો આ ફોટાઓ હું તારી માતાને બતાવી દઇશ. આ ધમકી બાદ નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. .જેની જાણ સગીરાની માતાને થતા તેમણે મોહમંદ શકીલ સમસુદ્દીન શેખ વિરુદ્ધ ફરિયાદ આપવા મહિલા નજીકના પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસે આરોપી સામે કાયદેસરનો ગુનો નોંઘી તેને દબોચી લીધો હતો.

  1. Rajkot Crime : બળાત્કારના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી ધોરાજી સેશન્સ કોર્ટ
  2. Surat News: 14 વર્ષની સાવકી દીકરી પર બળાત્કાર મામલે આરોપી પિતાને 20 વર્ષની સખત કેદ
  3. Surat Crime : ભટારમાં આંખ ઉઘાડતો કિસ્સો, વિદ્યાર્થીનીને ધમકાવી દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details