17.66 લાખની કિમતનો દારુ જપ્ત સુરત : સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે આધારે કોસંબા નજીકના ધામરોડ ગામની સીમમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું. સુરત એલસીબી પોલીસે દારુ ભરેલું ટેન્કર ઝડપવા સાથેેસાથે એક શખ્સની અટકાયત કરી હતી. દારુ ભરેલા ટેન્કરમાંથી કુલ 32.72 લાખ રુપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. કોસંબા પોલીસે આ મામલામાં વધુ કાર્યવાહી કરતાં પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યાં હતાં.
વિદેશી દારૂનો જથ્થો મોકલનાર પ્રકાશચંદ્ર રામલાલ બિશ્નોઇ, રામજી ઉર્ફે રામુ બાંડો ઘનશ્યામ ગંગાણી (રહે. સુરત), વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર હોટલ ઉપર લાવનાર અજાણ્યા બે ઇસમો મળી કુલ પાંચ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે...બી. ડી. શાહ(સુરત ગ્રામ્ય એલસીબી પીઆઇ )
સચોટ બાતમી મળી : દારુ ભરેલું ટેન્કર ઝડપાવા મામલે મળી રહેલી વધુ માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમી અનુસાર એક ટાટા કંપનીનું ટેન્કર (નં.જીજે-૧૨- ઝેડ-૩૭૫૨) વિદેશી દારૂનો જથ્થો લઈને મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવો નંબર 48 પરથી વડોદરા તરફ જઈ રહ્યું હોવાની જાણકારી મળી હતી. દારુ લઇ જતાં ટેન્કરના આગળના ભાગે હિન્દીમાં જય સત્તાદાદ લખ્યું હોવાની અને ટેન્કરની આગળની બોડીનો ભાગ સફેદ કલરનો હોવાની માહિતી પણ પોલીસને મળી હતી.
બુટલેગરોની નવી તરકીબ: આમ તમામ પ્રકારની બાતમી મળી હતી જેથી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે વોચ ગોઠવી ધામરોડ ગામ પાસે હાઈવે પરથી પસાર થતા બાતમીવાળા ટેન્કરને અટકાવી ચાલકની પૂછપરછ કરી હતી. પોલીસે બારીકાઈથી તપાસ કરતા ટેન્કરની પાછળની ટાંકીનું પતરું કટિંગ કરીને ફરી જોડેલું હોવાનું જાણાયું હતું. પોલીસે કટિંગ કરેલો ભાગ ખોલાવતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને બુટલેગરોની નવી તરકીબ સામે આવી હતી.
5636 બોટલો જપ્ત : સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે દારુ ભરેલા ટેન્કરની અંદરથી 17.66 લાખની કિંમતની વિદેશી દારૂની 5636 બોટલો જપ્ત કરવામાં આવી હતી. તેમજ 15 લાખની કિંમતનું ટેન્કર મળી કુલ 32,72,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે ટેન્કરચાલક ભગીરથ હિરરામ બિશ્નોઇ (રહે. જિ. જાલોર, રાજસ્થાન)ની અટકાયત કરી હતી.
- Valsad Crime : પોલીસને જોઈને ડ્રાઈવ દૂધનું ટેન્કર મૂકીને ફરાર, ટેન્કરમાંથી નીકળ્યો નશો
- Rajkot Crime: ગોંડલમાં ટમેટાના કેરેટની આડમાં બુટલેગરોનું દારૂનું કટિંગ ઝડપાયું, 1 કરોડ ઉપરાંતનો મુદામાલ જપ્ત
- Ahmedabad Crime: કપાસના ગોડાઉનમાંથી મળી આવ્યો લાખોનો વિદેશી દારુ, ટ્રક મારફતે ચાલતો હતો વેપલો