ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime News: ધો.3માં ભણતી બાળકી સાથે અડપલા કરનાર 36 વર્ષીય આરોપી ઝડપાયો - 36 વર્ષીય યુવકે

લિંબાયતમાં ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી સાથે શારીરિક અડપલા કરનાર અને પાડોશમાં રહેતા માનસિક વિકૃતિ ધરાવતો 36 વર્ષીય આરોપી પોલીસના હાથમાં ઝડપાઈ ગયો છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Surat Crime Limbayat 36 Years old Accused

ધો.3માં ભણતી બાળકી સાથે અડપલા કરનાર 36 વર્ષીય આરોપી ઝડપાયો
ધો.3માં ભણતી બાળકી સાથે અડપલા કરનાર 36 વર્ષીય આરોપી ઝડપાયો

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 4:52 PM IST

સુરતઃ લિંબાયત વિસ્તારમાં ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. બાળકીના પાડોશમાં રહેતો 36 વર્ષીય આરોપી માનસિક રીતે વિકૃત છે. ઘટના બાદ બાળકીએ રડતા રડતા ઘરે સમગ્ર વિગત જણાવતા ભાંડા ફોડ થયો હતો.

સમગ્ર ઘટનાક્રમઃ લિંબાયતમાં મૂળ બિહારનો એક પરિવાર રહે છે. જેમાં પિતા માર્કેટમાં શ્રમજીવીનું કામ કરી ગુજરાન ચલાવે છે. માતા સાડીમાં સ્ટોન ટાંકીને ઘરને આર્થિક રીતે મદદરુપ થાય છે. આ પરિવારમાં એક બાળકી ધો.3માં અભ્યાસ કરે છે. આ પરિવારના પાડોશમાં મૂળ બિહારનો 36 વર્ષનો અન્ય એક યુવક રહે છે. આ યુવક માનસિક વિકૃત છે. બનાવના દિવસે રાત્રે માતા સ્ટોન લગાડેલ સાડી નજીકના વેપારીને પરત કરવા ગઈ હતી. પાડોશમાં રહેતા આ યુવકે બાળકીને પોતાના ઘરમાં બોલાવી હતી. આ યુવકે એકલતાનો લાભ લઈને બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ હરકતથી હતપ્રભ બનેલ બાળકી રડતા રડતા પોતાના ઘરે આવી ગઈ. રડતી બાળકીએ સમગ્ર આપવીતી જણાવતા આ ગુનો સામે આવ્યો હતો. આ બનાવમાં લિંબાયત પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ કાર્યવાહીઃ આ યુવક વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પીએસઆઈ વાય. જે. અંજારિયા દ્વારા માનસિક રીતે વિકૃત એવા 36 વર્ષીય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપી મૂળ બિહારનો અને ગયા જિલ્લાનો વતની છે.

પીડિત બાળકીના પિતાએ લિંબાયત પોલીસ મથકમાં આરોપી મકસુદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે 363, 354(ક)(1), 354(ઘ)(1), 342 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પીએસઆઈ વાય. જે. અંજારિયાને આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી...એસ.ડી. પધીરીયા(પીઆઈ, લિંબાયત પોલીસ સ્ટેશન, સુરત)

  1. Surat Crime : સુરતમાં આધેડે બાળકીને અશ્લીલ વિડિયો બતાવી કર્યા અડપલા, પત્નીએ માર્યું મોઢા પર ચપ્પલ
  2. Rajkot Crime : રાજકોટમાં ભાજપ નેતાના પુત્રએ બાળકી સાથે કર્યા અડપલાં, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

ABOUT THE AUTHOR

...view details