27 વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો સુરત : કામરેજ પોલીસ મથક ખાતે નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને એલસીબી પોલીસે દબોચી લીધા હતાં. ઝડપાયેલ આરોપીઓના નામ જયેશ મંગુ રાઠોડ અને ઠાકોર દિનેશ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબીની ટીમે હાલ આગળની તજવીજ હાથ ધરી હતી.
વિદેશી દારૂના ગુનાના વોન્ટેડ આરોપી : સુરત ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત ગ્રામ્ય પોલીસ વડાએ એલસીબી ટીમને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે એલસીબી ટીમમાં ફરજ બજાવતા એએસઆઈ ભૂપતસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે કામરેજ પોલીસ મથક ખાતે નોંધાયેલ વિદેશી દારૂના ગુનાના વોન્ટેડ આરોપીઓ પલસાણા તાલુકાના નિયોલ ગામ ખાતે છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે આ બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલ આરોપીઓના નામ જયેશ મંગુ રાઠોડ અને ઠાકોર દિનેશ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હાલ આગળની તજવીજ હાથ ધરી હતી.
નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આ બંને આરોપીઓને ઝડપી લીધા છે આગળની તજવીજ શરૂ છે...આર. બી. ભટોળ (પીઆઈ, એલસીબી)
27 વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો : અન્ય પોલીસ કામગીરીની વાત કરીએ તો સુરતના મહિધરપુરા પોલીસ ચોપડે વર્ષ 1997માં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા 27 વર્ષથી ફરાર આરોપીની સુરત પીસીબી દ્વારા સચિન ખાતેના ઇન્ડસ્ટ્રીયલ ખાતામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ ગુનો આચર્યો હતો તે વેળાએ તેની ઉંમર 25 વર્ષ હતી. જ્યાં આજે આરોપીની ઉંમર 52 વર્ષ છે.
આરોપીને પોતે પકડાશે નહીં તેવો વિશ્વાસ : ગુનાને અંજામ આપી આરોપી પોતાના વતન ઓડિશા નાસી છૂટ્યો હતો. જ્યાં આરોપી ખૂબ જ શાતિર હોવાથી પોલીસ પકડવા માટે જાય ત્યારે ભાગી છૂટ્યો હતો. જો કે પોતે હવે પોલીસના હાથે નહીં પકડાય તેવો વિશ્વાસ આરોપીને હતો. જ્યાં સચિન ખાતે આવેલ સંચા ખાતામાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી કેટલો પણ શાતિર હોય પરંતુ “ કાનૂન કે હાથ લંબે હોતે હૈ ”તે કહેવત સાચી ઠરી છે. વર્ષ 2023 દરમ્યાન આવા 295 જેટલા આરોપીઓની શહેર પોલીસ દ્વારા હમણાં સુધી ધરપકડ કરવામાં આવી હતી.
- પત્નીની કાતરથી 25 ઘા મારી હત્યા બાદ આટલા બધા શહેરોમાં નાસતો ફરતો આરોપી પતિ રહ્યો
- પંચમહાલમાંથી હત્યાનો ફરાર આરોપી ઝડપાયો
- Murder Case in Surat : 14 વર્ષથી નાસતો ફરતો હત્યારાનો પોલીસે ઝાલ્યો કાઠલો