પીડિત મહિલાએ તેના સંબંધીઓનો સંપર્ક કરી હોટલનું બિલ ચૂકવ્યું સુરત : પોતાના જન્મદિવસ પર પત્નીને સાપુતારાની હોટલમાં છોડીને પરત સુરત આવનાર પતિની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ પત્નીને સબક શીખવવા માટે પતિએ આ કરતૂત કરી હતી પરંતુ પત્નીએ પોલીસ સ્ટેશનમાં પહોંચી પતિ વિરુદ્ધ જ ફરિયાદ નોંધાવી દીધી હતી. પતિ સાપુતારાની એક હોટલમાં પત્નીને એકલી છોડી તેની પાસેથી રૂપિયા અને તેના ડોક્યુમેન્ટ લઈ સુરત આવી ગયો હતો.
જન્મદિવસ નિમિત્તે ફરવા લઇ ગયો : સુરતના રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે કે પતિ પત્નીને જન્મદિવસ પર ફરવા માટે સાપુતારા લઈ ગયો અને આખો દિવસ સાપુતારામાં સાથે ફર્યા. પરંતુ પતિએ રાત્રી દરમિયાન પત્નીને ઊંઘની ગોળી આપીને પત્ની પાસેથી તમામ ડોક્યુમેન્ટ અને પૈસા લઈને પરત સુરત આવી ગયો અને પત્નીને હોટલમાં એકલી રહેવા દીધી. પતિએ આ કરતૂત પત્નીને પાઠ શીખવવા માટે કરી હતી. પરંતુ દાવ ઉલટો પડી ગયો. પત્નીએ પતિ વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.
આ પણ વાંચો Mandya Murder Case: કર્ણાટકમાં 'શ્રદ્ધા' જેવો મર્ડર કેસ, લાશના ટુકડાઓ કરી અલગ-અલગ જગ્યાએ ફેંક્યા
પીડિત મહિલાએ તેના સંબંધીઓનો સંપર્ક કરી હોટલનું બિલ ચૂકવ્યું : મુંબઈના વુડલેન્ડ બિલ્ડિંગમાં રહેતી અને બ્યુટેશિયન યુવતી પહેલા મુંબઈની ક્લબ અને ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના મોહમ્મદ યાકુબ દાદાભાઈના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે થોડા દિવસ બાદ પતિ યાકુબે જણાવ્યું હતું કે તે તેના માતાપિતાને પસંદ નથી અને પત્નીને પોતાની સાથે રાખવા ના પાડી દીધી હતી. આ વચ્ચે પોતાના જન્મદિન પર તે પત્નીને સાપુતારા પણ લઈ ગયો હતો અને ત્યાં એકલી છોડીને આવી ગયો હતો.પીડિત મહિલાએ તેના સંબંધીઓનો સંપર્ક કરી હોટલનો બિલ ચૂકવી પરત સુરત આવી હતી.
આ પણ વાંચો Surat Crime : મામાના દીકરાએ બે સગી બહેનો પર ગુજાર્યું દુષ્કર્મ, 10 લાખની ખંડણી માગી, આરોપીની ધરપકડ
પીડિત મહિલાનું નિવેદન : પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિનો બર્થ ડે હતો. તેના માતાપિતાએ દબાણ કર્યું હતું કે જન્મદિવસ પર તે મને સાપુતારા લઈ જાય. એ મને સાપુતારા પણ લઈ ગયો હતો. આખો દિવસ અમે સાથે ફર્યા પણ હતા. મને ખબર નહોતી કે મને છોડીને આવી જશે. એ મને છોડીને પરત સુરત આવી ગયો. એટલું જ નહીં એ મારો ડોક્યુમેન્ટ પણ લઈને સુરત આવ્યો હતો. એણે મને હોટલમાં ઊંઘની દવા પણ આપી હતી અને ત્યારબાદ મારી પાસે જે ડોક્યુમેન્ટ અને પૈસા હતા તે લઈને તે સુરત આવી ગયો હતો. જ્યારે એની સાથે સંપર્ક કર્યો ત્યારે તેને જણાવ્યું કે તું મારી માતા સામે અરજી કરી છે. જો નહીં કરી હોત તો આ નહીં થયું હોત.
પ્રેમ લગ્ન પસંદ ન હતાં :પીડિત પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, એટલું જ નહીં બીજા દિવસે એના માતાપિતા મારા ઘરે 10થી 15 લોકોને લઈને આવ્યા હતાં. જેથી મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન પણ કર્યો હતો. મુંબઈના ક્લબમાં પરિચય થયા બાદ તેઓ એકબીજા સાથે સોશિયલ મીડિયા થકી વધુ નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ થયો હતો અને ત્યારબાદ બંને લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ વાત તેના માતા પિતાને પસંદ નહોતી. પીડિત પત્નીએ જણાવ્યું હતું કે અગાઉ પણ ગર્ભપાત કરાવી ચૂકી છું અને હાલ પણ તેને ખબર છે કે હું પ્રેગન્નેટ છું. તેની ઉપર અગાઉ પણ કોઈ મહિલાની છેડતીનો કેસ ચાલે છે.
પતિની ધરપકડ : આ સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર એ. એસ. સોનારાએ જણાવ્યું હતું કે ઘરેલુ હિંસાની કલમ મુજબ પતિ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આરોપી પતિને ધરપકડ કરી લેવામાં આવી છે. પત્નીએ જણાવ્યું હતું કે તેને માર મારવામાં આવ્યો છે.