બિલ્ડરે સ્વાગત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનને કરી રજૂઆત ગાંધીનગર: સુરતના બિલ્ડર ઉદય છાસીયા સુરતના અડાજણમાં બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુરત શહેરમાં એક ગેંગ મિલકત પચાવી પાડવાના ષડયંત્રો કરી રહી છે. આ ગેંગે બિલ્ડર ઉદય છાસીયાને ટાર્ગેટ કર્યા હતા. આ ગેંગે ષડયંત્ર કરીને ઉદય છાસીયાની પ્રાપર્ટી પચાવી પાડી અને તેમને ખોટા આરોપ સર જેલ ભેગા કરી દીધા હતા. ઉદયભાઈ કાનૂની જંગ લડીને નિર્દોષ છુટ્યા છે અને તેમણે મુખ્ય પ્રધાન કક્ષાએ રજૂઆત પણ કરી છે.
મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ તાત્કાલીક તપાસના આપ્યા આદેશ ગેંગની મોડસ ઓપરન્ડીઃ સુરતની આ ગેંગ પ્રોપર્ટી પચાવી પાડવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ ગેંગ પહેલા કોઈ પણ ગુના હેઠળ બિલ્ડરને જેલ હવાલે કરી દે છે. ત્યારબાદ બિલ્ડરની ખોટી સહી કરીને સાટાખત બનાવે છે. આમ પ્રોપર્ટીના ખોટા સાટાખત કરી તેનો વહીવટ કરવામાં આવે છે. બિલ્ડર પર એટલું બધું દબાણ કરવામાં આવે છે તે શહેર છોડીને જતો રહેવા મજબૂર બની જાય છે.
2012માં જે સાટાખત કરવામાં આવ્યો હતો જેમાં નોટ બીફોર મીની જે સહી હતી તે ભાઈ ઇન્ડિયામાં હતા જ નહીં.એવું કોર્ટનું રીઝલ્ટ છે. મેં જે દસ્તાવેજ કર્યો હતો તે કોર્ટમાં રજૂ કર્યો નહતો. ફ્લેટ ખોટી રીતે પચાવી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જ્યારે બિલ્ડર તરીકે પણ મારી ખોટી સહી હોવાનો દાવો કર્યો હતો. પિસ્તોલ લઈને માણસો મારી પાસેથી કરોડો રૂપિયાની ખંડણી કરે છે. હું છેલ્લા 7 વર્ષથી ઘરે જઈ શક્યો નથી. કોર્ટ દ્વારા મારી પાસા રદ કરવામાં આવી હતી. આ કોર્ટના ઓર્ડર સાથે મેં ગાંધીનગર ખાતે સ્વાગત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનને રજૂઆત કરી હતી. આ બાબતે મુખ્ય પ્રધાને પણ સારો પ્રતિસાદ આપતા તેમણે મારી સામે જ સુરતના પોલીસ કમિશનરને ફોન કરીને વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવાની સૂચના આપી હતી...ઉદય છાસિયા(પીડિત બિલ્ડર, સુરત)
(નોંધ : ETV આ કિસ્સામાં કોઈ સ્ટેન્ડ આપતું નથી, ફક્ત મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સમક્ષ થયેલ રજૂઆત અને ફરિયાદીએ આપેલ ઈન્ટરવ્યૂ અનુસાર સમાચાર પ્રકાશિત કર્યા છે.)
- Policeman caught taking bribe : સુરતમાં વધુ એક લાંચખોર પોલીસકર્મી રંગેહાથ ઝડપાયો, જાણો સમગ્ર મામલો
- Surat Duplicate Currency : સાવધાન ! સુરતના બજારમાં ફરી આવી બનાવટી નોટ, પોલીસે આપી જાણકારી