સુરત:જેહાદી સાહિત્ય સાથે ક્રાઈમ બ્રાન્ચે એક બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. આ બાંગ્લાદેશી યુવાને બોગસ પાનકાર્ડ આધારકાર્ડ તેમજ ઇલેક્શન કાર્ડ બનાવી લીધા હતા. તેની પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેની પાસેથી જે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં એક ખાસ એપ્લિકેશન છે. જેના થકી તેને સરળતાથી પોલીસ ક્યારે પણ ટ્રેક કરી ન શકે એટલું જ નહીં તેના મોબાઇલમાંથી અને એક જેહાદી સાહિત્ય પણ મળી આવ્યા છે. વર્ષ 2018 માં આ યુવક ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.
બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા:ક્રાઈમ બ્રાન્ચે શહેરના ઉધના વિસ્તારમાં રહેતા એક બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. 24 વર્ષીય મોહમ્મદ રૂબેલ ઇસ્લામની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. તેને મોહમ્મદ કાસીમ અન્સારીના નામથી એક પાનકાર્ડ પણ બનાવ્યું હતું અને આ સાથે તેની પાસેથી આધાર કાર્ડ પર પોલીસે કબજે કર્યો છે. આરોપી પાસેથી બાંગ્લાદેશના અનેક દસ્તાવેજ પણ મળી આવ્યા છે. જે માટેના શાળા અને કોલેજના સર્ટિફિકેટ સામેલ છે એટલું જ નહીં તેની પાસેથી ક્રાઈમ બ્રાન્ચ છે. એક એટીએમ કાર્ડ પણ જપ્ત કર્યા છે.
પુટખાલી બોર્ડર પારને ઘુષણખોરી: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જ્યારે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેને જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશના દુમદિયા જેશોરનો વતની છે. વર્ષ 2018 માટે ભારત બાંગ્લાદેશ પુટખાલી બોર્ડર પાર કરીને રાત્રિના સમયે પ્રવેશ કર્યો હતો. બોર્ડરની નદી પાર કરીને તે પહેલા મેહરપુર રહેતો હતો અને ત્યારબાદ તે મુંબઈ અને ત્યાર પછી હૈદરાબાદ લાગ્યો હતો. એટલું જ નહીં તે કર્ણાટકના ગુલબર્ગ વિસ્તારમાં મીટની કંપનીમાં નોકરી પણ કરતો હતો. મુંબઈના પનવેલ વિસ્તાર ખાતે આવેલી એક કંપનીમાં સુરક્ષા કરમી તરીકે તેને દોઢ વર્ષ નોકરી પણ કરી હતી અને વર્ષ 2021 માટે સુરત આવીને કાપડના કારખાનામાં કાપડ પ્રેસ કરવાનું પણ કામ કરતો.