સુરત શહેરના અલગ-અલગ પોલીસ મથક હદ વિસ્તારોમાં સવારના સમય દરમિયાન ચેન તેમજ મોબાઈલ સ્નેચિંગ જેવા ગુનાને અંજામ આપતા આરોપી શોએબખાન ઉર્ફે લાલ રહીશખાન પઠાણની ભેસ્તાન વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીએ નવ જેટલા ચેન સ્નેચિંગના ગુનાની પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી.અગાઉ 17 જેટલા ગુનામાં આરોપી આરોપી શોએબ ખાન પઠાણ ફરાર હતો.
જ્યાં અગાઉ ચાર ગુનામાં આરોપી શહેર પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. આરોપી પાસેથી 8 જેટલી સ્નેચિંગ કરેલ સોનાની ચેન સહિત 7 જેટલા સ્નેચિંગ ના મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. અગાઉ આકીબ શેખ નામના આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
ચેન અને મોબાઈલ સ્નેચિંગ કરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો આરોપીની પુછપરછ દરમિયાન શોએબખાનનું નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જ્યાં મળેલી બાતમીના આધારે ભેસ્તાન વિસ્તારમાંથી આરોપી શોએબખાનને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓ વહેલી સવારે મોટર સાયકલ પર નીકળી સવારના આઠ વાગ્યા સુધીમાં ગુનાને અંજામ આપી પરત ઘરે ફરી જતા હતા હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં સ્નેચિંગ કરેલો માલ આરોપીની માતાને આપી બાદમાં મહારાષ્ટ્ર ખાતે સબંધીને આપી દેતા હતા. જ્યાં બાદમાં મહારાષ્ટ્રના શિરપુર ખાતે વેચી બાદમાં ભાગ વટાવી લેતા હતા.
સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી સ્નેચિંગ કરેલી આઠ જેટલી સોનાની ચેન સહિત સાત મોબાઈલ મળી કુલ 4.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરમિયાન આ ગુનામાં સામેલ આરોપીની માતા અને સંબંધીને પણ ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટિમે તપાસ હાથ ધરી છે. જ્યાં હમણાં સુધી આવો કેટલો મુદ્દામાલ ક્યાં અને કોણે વેચ્યો છે તે અંગેની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે.