સુરત: પ્રતિબંધિત પદાર્થ સાથે પકડાયેલા એક શખ્સને સુરત કોર્ટે આકરી (Surat Court verdict) સજા ફટકારી છે. જેમાં આરોપીને જેલવાસ ઉપરાંત આર્થિક દંડની રકમ ભરવાપાત્ર થઈ રહી છે. સુરત શહેરમાં ગત તારીખ 4 નવેમ્બર 1017ના રોજ ઉધના રેલવે પોલીસ દ્વારા આરોપી પ્રસન્ન કાલુ બેહરાને રૂપિયા 3.36 લાખના ગાંજા (Surat Drugs Case) સાથે પકડી પડ્યો હતો. આ મામલે પોલીસે (Surat marijuanas Case)નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળી આરોપી પ્રસન્ન કાલુ બેહરાને ધોષી કરાર ઠરાવ્યો હતો.
આ પણ વાંચો:ડાંગર તોડવા આવેલા કર્મીઓએ દારૂની મોજ માણી, વીડિયો વાયરલ થતા પોલીસ દોડી
મોટો દંડ: નામદાર કોર્ટ દ્વારા સમગ્ર પુરાવાઓ તપાસીને આરોપીને 11 વર્ષનો જૈલવનવાસ અને 1 લાખ 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તે ઉપરાંત દંડ નહીં ભરે તો વધુ 18 માસની સજા ભોગોવી પડશે. ટ્રેન નંબર 12843 પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર-2 ઉપર ઉભી હતી. ત્યારે ઉધના રેલ્વય પોલીસ દ્વારા ટ્રેઈનના જનરલ ડબ્બામાં એકાએક ચેકિંગ હાથધરી હતી ત્યારે પોલીસને આરોપી પ્રસન્ન કાલુ બેહરા ઉપર શંકા જતા તેની બેગ ચેક કરી હતી. આ બેગમાંથી પોલીસને કુલ રૂપિયા 3.36 લાખના ગાંજો મળી આવ્યો હતો. ગાંજો મળી આવતા જ પોલીસે આરોપીની ત્યાંથી જ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.