સુરત: સુરત શહેરમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના બે અલગ-અલગ કેસમાં સુરત કોર્ટ દ્વારા બંને આરોપીઓને સમગ્ર પુરાવાને આધીન તથા સરકારી વકીલના દલીલો સાંભળી આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે.એમાં પહેલો કેસ સચીન જીઆઈડીસીનો હતો અને બીજો કેસ કતારગામ વિસ્તારનો હતો.
સચીન જીઆઇડીસીની ઘટના શું હતી : સુરત શહેરના સચીન જીઆઇડીસી વિસ્તારમાં ગત મે 2021ના રોજ 4 વર્ષીય બાળકીને પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે બાળકીને લઈ પોતાના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં બાળકી રડવા લાગતા આરોપીએ બાળકીને ચાકુ બતાવી તેની ઉપર દુષ્કર્મ કરી ફરાર થઈ ગયો ત્યારબાદ બાળકી પોતાના ઘરે જતી રહી હતી. ઘરે જતાં બાળકીની પરિસ્થિતિ જોઇ માતા ચોકી ગઈ હતી. માતાએ બાળકીને પૂછ્યું કે, શું થયું છે. ત્યારે બાળકીએ સમગ્ર ઘટના માતાને કહી હતી. માતાએ આ મામલે તાત્કાલિક સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો Asaram Rape Case: દુષ્કર્મ કેસ મામલે આસારામને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
આરોપી સોનુ ૨માશંકર વર્માને આજીવન કેદની સજા : પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ પોકસો એક્ટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે આરોપી સોનુ ૨માશંકર વર્માની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો.આ કેસના સરકારી વકીલ દીપેશ દવે એને કડકમાં કડક સજા થાય તે માટે દલીલો કરી હતી. જેને લઈને આજરોજ નામદાર કોર્ટ દ્વારા મેડિકલ એવિડન્સ, પોલીસની જુબાની, અને અન્ય પુરાવાઓ જોઈ આરોપી સોનુ ૨માશંકર વર્માને આજીવન કેદની સજા સંભળાવી છે.
આ પણ વાંચો Minor Girl Rape Case 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ફાંસીની સજા, વાપી સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો
કતારગામ વિસ્તારની ઘટના શું હતી : સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગત 2020માં ચાર વર્ષીય બાળકી પોતાની મોટી બહેન જોડે રમી રહી હતી ત્યારે આરોપી દ્વારા બાળકીને ઉપાડી જઇ ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ બાળકીએ માતાને સમગ્ર ઘટના કહેતા માતાએ આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલાને ગંભીરતાથી લઈ પોસ્કો એક્ટ મુજબનો ગુન્હોનોંધો આગળની તપાસ હાથ ધરી હતી.
આરોપી નિતેશ રાજપૂતને આજીવન કેદની સજા : પોલીસે આ તપાસમાં આરોપી નિતેશ રાજપૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ કેસના સરકારી વકીલ દીપેશ દવે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે દલીલો કરી હતી. જેને લઈને આજરોજ નામદાર કોર્ટ દ્વારા મેડિકલ એવિડન્સ, પોલીસની જુબાની, અને અન્ય પુરાવાઓ જોઈ આરોપી નિતેશ રાજપૂતને આજીવન કેદની સજા સંભળાવી છે.તેં ઉપરાંત બાળકીના પરિવારને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.