ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે - Aam Aadmi Party Isudan Gadhvi

સુરતમાં અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાતા હડકંપ મચી ગઈ છે. કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપ સરકાર 156ની સીટ આવી તો એ ધરાય નહીં, ભાજપ દેશમાં આપને ખતમ કરવા ષડયંત્ર કરે છે.

Surat AAP : આમ આદમીમાં કશુ બચ્યું નથી એમ કરી કોર્પોરેટરો લઈ ગયા ઈશુદાન ગઢવી કહ્યું
Surat AAP : આમ આદમીમાં કશુ બચ્યું નથી એમ કરી કોર્પોરેટરો લઈ ગયા ઈશુદાન ગઢવી કહ્યું

By

Published : Apr 15, 2023, 10:38 AM IST

કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીના નેતા ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

સુરત :આમ આદમી પાર્ટીના વધુ છ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સુરત શહેરમાં મોડી રાત્રે ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવનાર આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. 50થી 75 લાખ રૂપિયા કોર્પોરેટરોને આપવામાં આવ્યા છે. ભાજપ સામ દામ દંડ ભેદ કરી આમ આદમી પાર્ટીને એવી પક્ષથી હટાવવા માંગે છે. તેઓએ આ સમગ્ર ષડયંત્ર પાછળ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાને જવાબદાર ગણાવ્યા હતા.

ભાજપે ષડયંત્ર કર્યું : તેઓએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટ ભાજપ સરકાર 156ની સીટ આવી તો એ ધરાય નહીં ભાજપ આમ આદમી પાર્ટીથી આટલું ડરી ગયું છે. પહેલીવાર જ ગુજરાતની જનતા 41 લાખ વોટ સાથે પાંચ ધારાસભ્યો આપ્યા અને અમે દરેક સીટ પર બીજા ક્રમે રહ્યા. જે ભાજપના એકે નેતા પચાવી નહીં શક્યા. સાથે સાથે ભાજપ પાસે કરોડો રૂપિયા ભ્રષ્ટાચારના છે. ઉદ્યોગપતિઓને દબાવી ડરાવવી અને 8,000 કરોડથી વધારાનો ફંડ છે. માત્ર ગુજરાતમાં જ નહીં આખા દેશમાં આમ આદમી પાર્ટી ખતમ થાય આદમી પાર્ટી પૂરી થઈ જાય આ માટે ભાજપે ષડયંત્ર કર્યું છે.

આ પણ વાંચો :ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે સચિન પાયલોટ, ઉપવાસ પહેલા મળ્યું AAPનું સમર્થન

ભાજપે ગાંધીનગર બોલાવ્યા હતા :તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અને આ ષડયંત્રના ભાગરૂપે અમારા નબળા મનના પોચા લોકોને સામ દામ દંડ ભેદ લાખો રૂપિયા આપીને ધમકાવી ડરાવીને છ કોર્પોરેટરોને ભાજપમાં જોડ્યા છે. જે રીતે અમારા કોર્પોરેટર એ અમે કહ્યું ગુરુવારે અમારા 10 કોર્પોરેટરો ભાજપના ભ્રષ્ટાચારોની ફરિયાદ કરવા ગાંધીનગર ગયા હતા. તો બીજા કોર્પોરેટરોને ભાજપે ગાંધીનગર બોલાવ્યા હતા સેટિંગ કરવા માટે. જેમાં એક કોર્પોરેટર બેન હતા કે જેઓ જવા નહીં માંગતા હતા. પરંતુ તેમને ડરાવી ધમકાવીને લઈ જવામાં આવ્યા એ પણ આપણી સાથે રૂબરૂ થશે.

આ પણ વાંચો :Gujarat Aap : જ્ઞાન સેતુ પ્રોજેક્ટ પર આમ આદમી પાર્ટીના પ્રહાર, વિરોધ શા માટે તે જાણો

પાર્ટીને ખતમ કરવા માટેનો આ ષડયંત્ર :સાથે તેઓએ કહ્યું હતું કે, પ્રફુલ પાનસુરીયાના ઘરે મીટીંગ કરવામાં આવી શિક્ષણ પ્રધાન બાળકોને સારું શિક્ષણ આપવાની જવાબદારી છે. એવા શિક્ષણ પ્રધાન સેટિંગમાં કરતા હતા. આવી જાઓ તમે અમે રૂપિયા આપીએ. વિપક્ષને ખતમ કરી દેવું છે. કરોડો રૂપિયા આપીએ, લાખો રૂપિયા આપીએ. આમ આદમી પાર્ટી પક્ષમાં રહી હંગામા કરે છે અમારા કૌભાંડો બહાર પાડે છે. આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટેનો આ ષડયંત્ર છે જેના ભાગરૂપે જે રીતે મને જાણકારી મળી છે 50 લાખથી માંડીને 75 લાખ રૂપિયાનો કાળા નાણાનો વહીવટ પૂરી સંભાવના છે અને ઘણા કોર્પોરેટરોને ડરાવી ધમકાવી હજી કરી રહ્યા છે કે અમે તમને ખતમ કરી દઈશું તમારા આમ આદમીમાં કશુ બચ્યું નથી એમ કરી તમામ 7 કોર્પોરેટરોને ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details