ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત કોર્પોરેશનની ચૂંટણી : ભાજપ 93, આપ 27 અને કોંગ્રેસ ઓલઆઉટ - સુરત આપ

સુરતમાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું. SMCના 30 વૉર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને AAPના 114 ઉમેદવારે મેદાનમાં ઉતર્યાં હતાં. જેની મતગણરી 23 ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતી. જેમાં સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપને 93 બેઠક મળી હતી અને આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી છે, પરંતુ સૌથી ચોકાવનારી વાત તો એ છે કે, સુરતમાં આ વખતે કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે.

સુરત કોર્પોરેશનની ચૂંટણી
સુરત કોર્પોરેશનની ચૂંટણી

By

Published : Feb 23, 2021, 10:29 PM IST

  • સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપને 93 બેઠક મળી
  • આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી
  • કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ અસક્ષમ

સુરત : 30 વૉર્ડની 120 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, આ ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. જેમાં SMCની 120 બેઠકમાંથી ભાજપને 93 બેઠક મળી છે. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી સાથે 27 બેઠક પોતાના નામે કરી છે. તો બીજી તરફ સુરતમાં આ વખતે કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. સુરતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. સુરતમહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને પછાડી બીજા નંબરની પાર્ટી બની છે.

કોંગ્રેસના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ

સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયાં છે અને કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. કોંગ્રેસના સુપડા સાફ થતા કાર્યકરો રોષે ભરાયાં હતાં. કોંગ્રેસને વહેચી દીધી છે. જેવા સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ પ્રમુખના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. સુરતમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. સુરતમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. સુરતમાં કોંગ્રેસના દિગ્ગજ ગણાતા અસલમ સાયકલવાળા, વિરોધ પક્ષ નેતા રહી ચુકેલા પપ્પન તોગડિયા, નીલેશ કુંભાણી જેવા પૂર્વ કોર્પોરેટર્સ પણ મેદાનમાં હતા. તેમ છતાં સુરતમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઈને ઘમાસાણ થયું હતું. જે કારણે નારાજ કાર્યકરોમાં રોષ પણ સામે આવ્યો હતો. એટલું જ નહીં પાસ અને કોંગ્રેસ વચ્ચે પણ ઘમાસાણ થયું હતું. તેના કારણે કોંગ્રેસને એક પણ બેઠક પર જીત મળી શકી નથી. સુરતમાં વર્ષો બાદ સુપડા સાફ થતા કાર્યકરોમાં રોષ પણ સાતમાં આસમાને જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ કાર્યલય બહાર કાર્યકરોએ પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. બાબુ રાયકા, તુષાર ચૌધરી, કદીર પીરઝાદાએ ટિકિટ ફાળવણીમાં ગોબાચારી કરી હોવાનો અને કોંગ્રેસને વહેચી છે, જેવા આક્ષેપો સાથે સુત્રોચ્ચાર કરી કોંગી કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો.

કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું

સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થતા શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસની કારમી હારની જવાબદારી સ્વીકારી આ રાજીનામું આપી દીધું હતું. સુરતમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. જેને લઈને કાર્યકરોમાં રોષ પણ સાતમાં આસમાને જોવા મળ્યો છે. કોંગ્રેસનો વિખવાદ જગ જાહેર છે, ત્યારે સુરતમાં કોંગ્રેસની હાર થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું ધરી દીધું હતું. બાબુ રાયકાએ રાજીનામું આપ્યું તેમાં જણાવ્યુ હતું કે, કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું છે. ચૂંટણીમાં જનતા આપેલા ચુકાદાને માન્ય રાખું છું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલી કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારી તમામ પદેથી રાજીનામું આપું છું.

આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી

સુરતના રાજકારણમાં હવે નવા અધ્યાયની શરૂઆત થઇ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 બેઠક પોતાના નામે કરી છે. સુરતના વરાછામાં વિજેતા ઉમેદવારોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને સુરતની જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સુરતમાં ભાજપ સત્તામાં હતું અને વીપક્ષ તરીકે કોંગ્રેસ હતું. પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપ ફરી એક વખત સતામાં છે. પરંતુ બદલાયું છે તો તે છે વીપક્ષ, અને હવે વીપક્ષ તરીકે આમ આદમી પાર્ટી બિરાજશે. સુરતમાં આમ આદમી પાર્ટીની 27 બેઠક મળી છે. 30 વોર્ડની 120 બેઠકમાંથી 120 બેઠકના સપના જોતું ભાજપ 93 બેઠક સાથે ફરી એક વખત સતામાં છે, અને 27 બેઠક સાથે વિપક્ષમાં હવે આમ આદમી પાર્ટી બિરાજશે. જયારે સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. આમ આદમી પાર્ટીએ વોર્ડ. 2,4,5,16,17, 3માં આખી પેનલ જીતી છે. જયારે વોર્ડ નબર 8 માં એક વોર્ડ નમ્બર 7માં 2 આપ અને 2 ભાજપના ઉમેદવાર વિજયી થયા છે. સુરતમાં આપ પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થતા વરાછા માનગઢ ચોક પાસે ફટકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અને હવે 26 ફેબ્રુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે અને સુરતમાં તેમને ભવ્ય રેલી યોજશે.

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો

ભાજપનો ભગવો લહેરાયો

120 બેઠકના સપના જોતું ભાજપ 93 બેઠક સાથે ફરી એક વખત સત્તામાં આવ્યું છે. સુરતમાં ભાજપના ઉમેદવારોની જીત થતા ભવ્ય રેલીઓ યોજી હતી. અને ઉમેદવારોએ ફટકડા ફોડી જીતને વધાવી લીધી હતી. સુરતના મહામંત્રી લલિત વેકરીયાની હાર મોટો અપસેટ ગણવામાં આવે છે. છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ મહાનગરપાલિકામાં સત્તા માં રહી છે અને હવે ફરીથી પાંચ વર્ષ સુધી સત્તામાં રહેશે..

ABOUT THE AUTHOR

...view details