સુરત :શહેરમાં ચાર વર્ષનો બાળક રમતા રમતા નટ બોલ્ટ ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પાસે આવાસમાં રહેતા ઈમરાન શેખ જેઓ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો ચાર વર્ષનો પુત્ર નોમાન શેખ જેઓ ગઈકાલે પોતાના ઘર આંગણે રમતા રમતા નટ બોલ્ડ ગળી ગયો હતો. જેથી તે રડવા લાગતા માતા દોડી આવી હતી. માતા ને લાગ્યું કે, તે નટ બોલ્ડ તો ગળી ગયોને જેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચાડ્યો હતો.
અમારો બાળક 6 નંબરના રૂમમાં રમી રહ્યો હતો ત્યારે અને અમે 12 નંબરના રૂમમાં હતા.નોમાન ના હાથમાં રમતા રમતા નટ બોલ્ટ આવી ગયો હતો અને તેણે મોમાં નાખી દીધો હતો. ત્યારબાદ તેના ગળામાં અટકી ગયો હતો. ગળું એમથી તેમ કર્યું તો છાતીમાં અટકી ગયો હતો. પછી મને જણાવ્યું કે, આ રીતે મને છાતીમાં અટકી ગયો છે. પછી તેના પીઠના ભાગે મુક્કો માર્યો તો પણ નટ બોલ્ટ નીકળ્યો નહીં. પછી અમે તાત્કાલિક એમ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેની સારવાર ચાલી રહી છે. તેનું એક્સરે કાઢવામાં આવ્યું તેમાં તેના છાતીના ભાગે બોલ્ટ જોવા મળ્યું છે. હાલ તો સારવારના કારણે બોલ્ડ છાતી ઉપરથી નીચે ભાગે આવી ગયો છે. મારો ચાર વર્ષનો છોકરો છે. - ઈમરાન શેખ (બાળકના પિતા)
ગઈકાલે અમારી પાસે એક કેસ આવ્યો હતો કે, એક ચાર વર્ષનો બાળક નટ બોલ્ટ ગળી ગયો છે. જેને ગઈકાલે સાંજે 5 વાગે લઈ જવામાં આવ્યો હતો. તો અમને પરિવારે જણાવ્યું હતું કે, તેણે સવારે 11 વાગ્યેની આસપાસ નટ બોલ્ટ ગળી ગયો હતો. બાળકનું એક્ષરે કરવામાં આવ્યું ત્યારે નટ બોલ્ટ અન્નનળીમાં ફસાયું હોવાનું જાણવા મળ્યું હતું. - ડો. ગણેશ ગોવેકર (નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ)