સુરતશહેરના જાણીતા ઉદ્યોગપતિ (Prominent industrialist from Surat) વસંત ગજેરાએ મોરબીમાં બનેલી ઘટનાબાદ એક મહત્વની જાહેરાત (Surat businessman will be the Guardian) કરી છે. કન્સ્ટ્રકશન અને હીરા ઉદ્યોગ (Construction and Diamond Industry) સાથે સંકળાયેલા વસંત ગજેરાએ જણાવ્યું છે કે, બ્રિજ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય એવા બાળકોની સંપૂર્ણ જવાબદારી ( Guardian of Destitute Children) તે ઉપાડશે. દેશને હચમચાવી દેનાર આ ઘટનામાં નિરાધાર બાળકોજ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી વસંત ગજેરા દ્વારા ઉઠાવવામાં આવશે. ઉદ્યોગપતિ વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્ય ધામ (Vatsalya Dham Institution) દ્વારા આ નિરાધાર થયેલા બાળકોને શિક્ષણ આપવામાં આવશે.
વાત્સલ્ય ધામમાં વિનામૂલ્યે ભણાવવામાં આવશે આ ઘટનામાં કેટલાક લોકોએ માતા-પિતા ગુમાવ્યા છે તો કેટલાક પરિવારે પોતાના બાળકો ગુમાવ્યા છે. આ ઘટનામાં માતા-પિતાની છત્રછાયા જે બાળકોએ ગુમાવી છે. તેમની જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાની સામાજિક સંસ્થાએ ઉઠાવી છે. વસંત ગજેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મોરબીમાં જે ઘટના બની છે. જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં 150થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જે લોકો મૃત્યુ પામ્યા છે ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. જે બાળકો અનાથ (Surat Businessman Take responsibility of Orphan) થયા હોય, જેમના કોઈ વડીલ ન હોય એવા જેટલા પણ બાળકો હોય તેવા બાળકોને ધોરણ એકથી કોલેજ સુધી જ્યાં સુધી પોતે પગભર બની ન શકે ત્યાં સુધી સાન્તાબા ચેરીટેબલ ટ્રસ્ટ અમારા વાત્સલ્ય ધામમાં વિનામૂલ્યે ભણાવવામાં આવશે.