ગુજરાત

gujarat

ETV Bharat / state

બાઈકિંગ ક્વીન્સની પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સાથેના બેગની રશિયામાં ચોરી - Russia

સુરત: ત્રણ ખંડના 25 દેશોના ઐતહાસિક પ્રવાસે નીકળેલી સુરતની બાઈકિંગ ક્વીન્સના મહત્વના એક સાથી જીનલ શાહના પાસપોર્ટ સાથેના અગત્યના તમામ દસ્તાવેજો સાથેના બેગની રશીયામાં ચોરી થઈ હતી.

સુરતની બાઈકિંગ કવીન્સની પાસપોર્ટ સહિતના અગત્યના દસ્તાવેજોની બેગની રશિયામાં થઇ ચોરી

By

Published : Aug 7, 2019, 11:32 AM IST

ઐતહાસિક પ્રવાસે નીકળેલી સુરતની બાઈકિંગ ક્વીન્સ જીનલ શાહના દસ્તાવેજો ગુમ થયા પછી ત્યાંની પોલીસને અને ભારતીય એલચી કચેરીને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. આ સાથે જીનલ શાહના બીજા પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ભારતીય એલચી કચેરીએ તુરંત શરુ કરી હતી.

બાઈકિંગ ક્વીન્સની પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સાથેની બેગની રશિયામાં ચોરી

નવા પાસપોર્ટની રાહ જોઈ રહેલ જીનલ શાહ તેમના પરિવારની સંમતિથી મોસ્કોમાં એક પારિવારિક મિત્રને ત્યાં રોકાણ કર્યુ હતું. રશિયાની સરહદથી નીકળતી વખતે જયારે તેને ખ્યાલ આવ્યો કે જીનલ શાહના પાસપોર્ટ સહીતના દસ્તાવેજો ચોરાઈ ગયા છે. ત્યારે રાત્રીના તેની શોધખોળ આરંભી હતી, સાથે જ સંબધિત તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.

રશિયાના કાયદા અને ભારતીય એલચી કચેરીના સૂચન મુજબ જીનલ શાહને મોસ્કો મોકલવામાં આવી હતી. તે માટે એલચી કચેરીએ એક વાહનની સુવિધા આપી હતી સાથે જ બાઈકિંગ કવીન્સની બેક-અપ ટીમના સભ્ય હની દેસાઈ મોસ્કો સુધી સાથે ગયા હતા અને બીજા એમ્બેસી પણ સાથે હતા.

મોસ્કોમાં ચાલતી આ પ્રક્રિયા દરમિયાન બાઈકિંગ કવીન્સ રશિયાના સરહદ પર 2 દિવસ માટે પોતાની યાત્રા થંભાવી હતી, સાથે જ તેમના રશિયાના વીઝા પણ પુરા થતા હોવાથી બાકીના સભ્યો એ આગળ વધવુ આવશ્યક હતું. જીનલ શાહની પૂરી સંમતિ સાથે બાઈકિંગ ક્વીન્સની પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સાથેની બેગની રશિયામાં ચોરીયાત્રા આગળ વધારી હતી અને જીનલ શાહ મોસ્કોમાં રોકાઇ ગયા હતાં.

બાઈકિંગ ક્વીન્સની આગળ વધતી યાત્રા દરમિયાન જીનલ શાહના પાસોપોર્ટ અને વીઝાની તમામ પ્રક્રિયામાં ડો.સારિકા મેહતા સંપર્ક અને સંકલનમાં હતાં. રશિયામાં આવેલી ભારતીય એમ્બેસીએ તેમને શક્ય એટલી તમામ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયામાં પૂરતો સહયોગ આપ્યો હતો. હવે જે સ્થિતિનુું નિર્માણ થયું છે, તેમાં જીનલ શાહે પરત ભારત પરત ફરવુ પડશે.

સારિકાએ જણાવ્યું હતું કે, આ અમારા સૌ માટે બહુ પીડાદાયક છે કે અમે અમારી યાત્રામાં એક સાથી વિના આગળ વધી રહ્યા છીએ. કાયદો અને નિયમ પાળવો તે અમારા માટે જરૂરી છે. રશિયામાં બનેલી કમનસીબ ઘટના અને વીઝા-પાસપોર્ટના નિયમોના કારણે આ બન્યું છે. અમે રશિયન એમ્બેસી સાથે રહીને શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. એટલે જીનલને નવો પાસપોર્ટ મળ્યો છે. પણ, યુરોપ દેશના વીઝા ન હોવાથી તે અમારી સાથે જોડાઈ નથી શકી પણ તે અંતિમ તબક્કામાં અમારી સાથે જોડાશે તેવી અમને આશા છે.

ABOUT THE AUTHOR

...view details