ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Death : રસોઈમાં માતાનું ધ્યાન ન રહેતા બાળકીએ રમતા રમતા એસિડ પી લીધું - સુરત મૃત્યુ

સુરતના લીંબાયતમાં માસુમ બાળકીએ રમતા રમતા એસિડ પી લેતા મૃત્યુ નિપજ્યું છે. માતા રસોઈ બનાવી રહી હતી, તે સમયે બાળકી રમતા રમતા બાથરૂમ પાસે પહોંચીને એસિડની બોટલ મોં માં નાખી દીધી હતી. જોકે, બાળકી હોસ્પિટલમાં લઈ જતા ડોકટરોની ટીમ બાળકીને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો.

Surat Death : રસોઈમાં માતાનું ધ્યાન રહેતા બાળકીએ રમતા રમતા એસિડ પીઈ લીધું
Surat Death : રસોઈમાં માતાનું ધ્યાન રહેતા બાળકીએ રમતા રમતા એસિડ પીઈ લીધું

By

Published : Apr 5, 2023, 1:00 PM IST

Updated : Apr 5, 2023, 4:42 PM IST

સુરત : શહેરમાં અવારનવાર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવતો હોય છે, ત્યારે ફરી એક વખતે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મદીના મસ્જીદ પાસે એક શ્રમજી પરિવારની એક વર્ષની દીકરી ગત 30 માર્ચના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં રમી રહી હતી. તેની માતા રસોઈ બનાવી રહી હતી, ત્યારે બાળકી રમતા રમતા બાથરૂમ પાસે પહોંચી હતી. ત્યાં બાળકી એ એસિડની બોટલ મોં માં નાખી દેતા રડવા લાગી હતી.

બાળકીએ એસિડ પીઈ લીધું : માતાએ જોતા જ તેને તરત ઓટો રીક્ષામાં નવી સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી. જ્યાં બાળકીની સારવાર માટે ડૉક્ટરની એક આખી ટીમ કામે લાગી ગઈ છે. તે સમય દરમિયાન જ બાળકીની તબિયત ખૂબ સીરિયસ કન્ડિશનમાં હતી. ત્યારે અંતે ગત રોજ મોડી રાત્રે બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ પણ વાંચો :પ્રાથમિક શાળાના શિક્ષિકાએ એસિડ પીધું, આચાર્યના ત્રાસનો આક્ષેપ

એસિડ પી લેતા બાળકી રડવા લાગી :આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરના CMO ડો. શીતલે જણાવ્યું કે, આ ઘટના ગત 30મી માર્ચના રોજ બની હતી. સાંજે 7:15 વાગ્યે દીકરીને તેની માતા ઓટો રીક્ષામાં લઈને આવી હતી. બહારથી જ મોટે મોટેથી બૂમો પાડતી રડવા લાગી હતી કે મારી દીકરીએ એસિડ પી લીધું છે. જેથી અમે દીકરીને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. આ દીકરી એક વર્ષની હતી. તેનું નામ અમીના શહીદ મન્સૂરી હતી. તેની માતાનું નામ નઝમા મન્સૂરી છે. જેઓ જણાવ્યું હતું કે, તેઓ રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે જ તેમની દીકરી રમતી રમતી બાથરૂમ પાસે પહોંચી ગઈ હતી. ત્યાં પડી રહેલું એસિડ પી લેતા રડવા લાગી હતી. અમારી એક આખી ડોક્ટરની ટીમ આ બાળકી પાછળ લગાવી દેવામાં આવી હતી. પરંતુ ગઈકાલે મોડી રાતે બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો :બાઈક પર આવેલા શખ્સોએ વિદ્યાર્થિની પર કર્યો એસિડ હુમલો, CCTVમાં ઘટના કેદ

માતા પિતા માટે લાલબત્તી :ઉલ્લેખનીય છે કે, શહેરમાં અવારનવાર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતો હોય છે. જોકે આ પેહલા પણ લિંબાયત વિસ્તારમાં આવેલી મદીના મસ્જીદ પાસે જ બે વર્ષની બાળકી રમતા રમતા પાણીના ટબમાં ઉંધી વાળી જતા તેનું મોત થઇ ગયું હતું. ત્યારબાદ પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષનો બાળક ચોથા માળેથી પડી જતા મોત નીપજ્યું હતું. જોકે આવી ઘટનાઓથી માતા-પિતાએ શીખવા જેવું છે કે, નાની નાની બાબતે પણ તેઓ પોતાના સંતાનનું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

Last Updated : Apr 5, 2023, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details