સુરત : જિલ્લામાં છાશવારે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં સૌથી વધુ અકસ્માત ડમ્પરો દ્વારા સામે આવી રહ્યો છે. રોડ પર બેલગામ અને સાંઢની જેમ દોડતા યમરાજ રૂપી ડમ્પર ચાલકો રોજબરોજ અકસ્માત કરી રહ્યા છે. છેલ્લા 1 મહિનાના સમયાંતરેની વાત કરીએ તો જિલ્લામાં અલગ અલગ ડમ્પર સાથે અકસ્માતની ઘટનામાં કુલ 15 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા છે, ત્યારે આજરોજ વધુ એક ડમ્પર બાઈક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. બારડોલી ગળતેશ્વર જતા માર્ગ ઉપર ટીંબા ગામ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર 3 યુવકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે.
Surat Accident : સુરતમાં ડમ્પર બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મૃત્યુ, ડમ્પર બળીને ખાખ થયું - Surat Accident
સુરતના ટીંબા નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા છે. બાઈક ડમ્પર નીચે આવી જતા 30 મીટર સુધી ઘસડતા ઘર્ષણના કારણે ડમ્પરમાં પણ બળીને ખાખ થઈ ગયુ છે.
11 વાગ્યાની આસપાસ ટીંબા રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ત્રણેય બાઈક સવારો ભરૂચના પાનોલીના રહેવાસી છે. જેમાંથી એકની ઓળખ વસાવા વિજય દિનેશ કુમાર તરીકે થઇ છે. ત્રણેય મૃતકોની મૃતદેહને કામરેજ CSC સેન્ટર ખાતે ખસેડી તેઓના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. - આર.બી. ભટોળ (કામરેજ પોલીસ PI)
ડમ્પ્પરમાં આગ લાગી ગઈ :આઅકસ્માત ખુબ જ ગમખ્વાર હતો, યુવકોના મૃતદેહ કચડાઈ ગયેલી હાલતમાં રોડ પર પથરાયા હતા. બે-લગામ ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ડમ્પર નીચે આવી ગઈ હતી. આશરે 30 મીટર જેટલી દૂર ઘસડી ગયો હતો. બાઈક ડમ્પર દૂર સુધી ઘસડતા ઘર્ષણના કારણે ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ ખૂબ વિકરાળ બનતા ડમ્પર બળીનેને ખાક થઈ ગયું હતું. જોકે આ બનાવને લઈને બારડોલી અને કામરેજ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળાઓ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. મૃતક યુવકો ભરૂચ જિલ્લાના પાનોલી ગામના આદિવાસી પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું.