સુરતમાં ઉધના મગદલ્લા રોડ ઉપર હીરો શો રૂમની પાસે આવેલી સાંઈ કુટીર સોસાયટી બંગલા નંબર બી/૨મા ફરિયાદી તેના બે મિત્રો ધનંજય અને રણજીત સાથે બેસી પોતાના વેપારની ચર્ચા કરતા હતા. તે સમયે આરોપી વિપુલ ટેલર તેના 5 મિત્રો સાથે આવી ને પહેલા પિસ્તોલ બતાવી અને બાદમાં તેના સાથીદારો દ્વારા ચાકુ બતાવી ધમકાવવામાં આવ્યા હતા.
સુરતમાં ફિલ્મી ઢબે અપહરણ કરી લૂંટનારની ધરપકડ - SUR
સુરત : ઉધના વિસ્તારમાં ફિલ્મી ઢબે અપહરણ કરી એક યુવાન અને તેના બે મિત્રોને માર મારી તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા અને એટીએમ કાર્ડની લુંટ કરી ફરાર થઈ ગયા હતા. આરોપી દ્વારા પિસ્તોલ અને ચાકુ બતાવી માર મારવાની અને લુંટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જ્યારે તેમના તરફ થી પ્રતિકાર કરતા આરોપીઓ દ્વારા તેમની આંખમાં કોઈ સ્પ્રે નાખવામાં આવ્યો અને માર મારવામાં આવ્યો. ત્યારબાદ કારમાં બેસાડી મધ્યરાત્રી 1 વાગ્યાના સુમારે મજુરાગેટ રાધાકુષ્ન હોટલની પાસે રોડ ઉપર જાહેરમાં પણ માર માર્યો હતો. એટીએમ કાર્ડ પડાવી લીધુ હતુ. આ વિપુલ ટેલર અને તેના બીજા 5 સાથી દ્વારા ફરિયાદી સુમન મંડલ અને તેના બે મિત્રો ધનજય અને રણજીતની પાસેથી રૂપિયા, મોબાઈલ અને એટીએમ કાર્ડ મળી 1 લાખ 37ની લુંટ કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદ પોતે ઇવેન્ટ મેનેજમેન્ટનુ કામ કરે છે.
ઉમરા પોલિસે ફરિયાદ ના આધારે આરોપી વિપુલ ટેલર ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતો. 14 દિવસના રીમાન્ડની માંગ કરી છે. પોલિસે એના બાકીના સાથીદારો ની શોધખોળ શરૂ કરી છે.