સુરત: આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ પડ્યું છે. સુરત આમ આદમી પાર્ટીના વધુ બે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. રાજેશ મોરડીયા અને કનુ ગેડીયા નામના આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. જો કે આ પહેલા પણ 10 જેટલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે બન્ને કોર્પોરેટરને આમ આદમી પાર્ટીએ આજે સવારે સસ્પેન્ડ કર્યા છે.
આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ: આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા બાદ ગોપાલ ઈટાલિયાએ આ મામલે કહ્યું કે ભાજપ હવે ડરી ગઈ છે. આ ભાજપ રૂપિયા આપીને કોર્પોરેટરને ખરીદી રહી છે. આ આમ આદમી પાર્ટીને ખતમ કરી દેવાનો પ્રયાસ છે. તમે એક બે વ્યક્તિને લઈને જશો તો અમે બીજા 40 લોકોને લઈ આવીશું. ડમીકાંડ એ વાસ્તવિકતા છે. અમે તો ક્રાંતિકારી સૈનિકો છીએ. અમને જેટલો અન્યાય કરશો એટલો અમારો આત્મવિશ્વાસ વધશે. પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ આમ આદમી પાર્ટીએ જેને સસ્પેન્ડ કરી દીધા છે એને ભાજપ લઈ રહ્યું છે. ભાજપને આમ આદમી પાર્ટીના માણસોને તોડવામાં જ રસ છે.
આ પણ વાંચો:Yuvraj Sinh On Dummy candidates Racket: યુવરાજસિંહનો મોટો ધડાકો, જીતુ વાઘાણી પણ આ કૌભાંડમાં સામિલ
ઓપરેશન ડિમોલેશન:આમ આદમી પાર્ટીના પૂર્વ અને હાલ ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર કનુ ગેડિયાએ જણાવ્યું હતું કે, મારા દીકરાએ દસ દિવસ પહેલા જય શ્રી રામના નારા લગાવ્યા. જેથી મને લાગ્યું કે મને ભાજપમાં જોડાઈ જવું જોઈએ. આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતા સંદીપ પાઠકને મળ્યા પછી પણ સમસ્યાનો હલ નહીં નીકળતા હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. હજુ દસ જેટલા કોર્પોરેટર આપમાંથી રાજીનામું આપશે અથવા તો ભાજપમાં જોડાઈ જશે. છેલ્લા બે મહિનાથી અમે આ ઓપરેશન કરી રહ્યા હતા આ ઓપરેશનનું નામ ઓપરેશન ડિમોલેશન છે. હું આમ આદમી પાર્ટીને 1 લાખ રૂપિયા આપીશ કારણ કે તેઓ હંમેશા કહે છે કે તેઓ ગરીબ પાર્ટી છે હવે આ પૈસાથી ચૂંટણી લડીને બતાવે.
આ પણ વાંચો:Bhavnagar Crime: SITએ પૂછપરછમાંથી વધુ 6ને પકડ્યા, મોટા ખુલાસા થવાના એંધાણ
કામ પૂર્ણ કરવામાં આપ નિષ્ફળ: ભાજપમાં જોડાયેલા આપના અન્ય કોર્પોરેટર રાજુ મોરડીયાએ જણાવ્યું હતું કે જે વાતો આ માટે પાર્ટી કરી રહી હતી તે પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે હું અગાઉ ભાજપમાં હતો અને ત્યાર પછી આમ આદમી પાર્ટીમાં આવ્યો પરંતુ જોયું કે આમ આદમી પાર્ટીની વિચારધારા જે આ લોકો દર્શાવે છે તેનાથી જુદી છે જેના કારણે હું ફરીથી ભાજપમાં જોડાઈ રહ્યો છું.