સુરત શહેરમાં 166 કતારગામ વિધાનસભા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તથા આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) શહેરના ઉપપ્રમુખરાજુ દિયોરાને કતારગામ વિધાનસભા બેઠક (Katargam assembly seat) પરથી ટિકિટ નહીં મળતા નારાજજોવા મળ્યા છે. તે ઉપરાંત તેમણે પૈસા લઈને આયાતી ઉમેદવારોને ટિકિટ આપવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે પૈસા લઈને આયાતી ઉમેદવારોને ટિકિટ આપવાના આક્ષેપો કર્યા છે. એક બાજુ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને ખરાખરીનો મુકાબલો આપી રહી છે તો બીજી બાજુ કાર્યકર્તાઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
આમ આદમી પાર્ટીમાં ભડકોગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ગણતરીના દિવસે જ બાકી રહ્યા છે. ત્યારે સુરત શહેર આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો છે. શહેરમાં 166 કતારગામ વિધાનસભા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તથા આમ આદમી પાર્ટીના શહેરના ઉપપ્રમુખ રાજુ દિયોરાને કતારગામ વિધાનસભા બેઠક (Katargam assembly seat) પરથી ટિકિટ નહીં મળતા નારાજ જોવા મળ્યા છે. તેમણે પૈસા લઈને આયાતી ઉમેદવારોને ટિકિટ આપવાના આક્ષેપો કર્યા છે. જેથી તેઓ આગામી તારીખ 20મીના રોજ કતારગામ વિસ્તારના નારાજ કાર્યકરોનું સંમેલન યોજી છે. આ સંમેલનમાં ચર્ચા કર્યા બાદ કયા પક્ષને સમર્થન કરવું તેની જાહેરાત કરવામાં આવશે.