ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 181 અભયમ હેલ્પલાઇન આવી મહિલાની વ્હારે - gujaratinews

સૂરતઃ એક જાગૃત્ત વ્યક્તિનો 181 અભયમ પર કોલ આવ્યો હતો કે, અજાણી મહિલા છેલ્લા 8 દિવસથી આ વિસ્તારમાં ફરી રહી છે. અને તે દુઃખી જણાઇ રહી છે અને તેની મદદ કરવા અનુરોધ કર્યો હતો. અભયમની રેસક્યુ વાન તે સ્થળે મદદ માટે પહોચી હતી. અને અભયમ ટીમે તેની વાત સાંભળી તેને આશ્વાસન આપીને ચિંતા ન કરવા જણાવ્યું હતું અને મહિલાની મદદ કરી હતી.

surat

By

Published : Jul 3, 2019, 9:30 AM IST

આફતગ્રસ્ત મહિલાઓની સંકટ સમયની સાંકળ સાબિત થયેલી 181 અભયમ હેલ્પલાઇન ફરી એકવાર મહિલાની વ્હારે આવી છે. ઓલપાડ પાસેના એક ગામમાં રહેતા એક જાગૃત્ત વ્યક્તિનો 181 અભયમ પર કોલ આવ્યો હતો કે, એક અજાણી મહિલા છેલ્લા 8 દિવસથી આ વિસ્તારમાં ફરી રહી છે અને ચહેરા પરથી તે દુઃખી હોવાનું જણાઈ આવે છે અને તેની પૂછપરછ કરતા તે કોઈ જવાબ આપી રહી નથી. જેથી તેને મદદ કરવા અનુરોધ કર્યો હતો.

અભયમની બારડોલી સ્થિત રેસક્યુ વાન તાત્કાલિક દર્શાવેલા સ્થળે મદદ માટે પહોંચી હતી. મહિલાની સાથે આત્મીયતાથી વાતચીત કરતા તેણે તેનું નામ જણાવ્યું હતું અને મહારાષ્ટ્રની વતની છે તેવુ જણાવી મરાઠી ભાષામાં પોતાની આપવિતી વર્ણવી હતી.

તેમણે કહ્યું કે, તેણી સુરતમાં તેના સંબંધીને મળવા પોતાના બાળકને લઈને આવી હતી. સુરત પહોંચતા સંબંધીને ફોન કર્યો પણ તેમનો ફોન સતત બંધ આવે છે. છેલ્લા 8 દિવસથી સંબંધીને શોધતા-શોધતા તે ઓલપાડ પાસે આવી ગઈ હતી. હવે મારે મારાં ગામ પાછુ જવું છે, પરંતું કેવી રીતે જવું અને શું કરવું તે ખબર પડતી નથી. હું મારા બાળક સાથે અજાણ્યાં શહેરમાં આવી મુશ્કેલીમાં મૂકી ગઈ છું.

અભયમ ટીમે તેની વાત સાંભળી તેને આશ્વાસન આપીને ચિંતા ન કરવા જણાવ્યું હતુ. અભયમ દ્વારા રાધાને સુરત સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પહોંચાડી ભુસાવળ જતી ટ્રેનમાં બેસાડી દીધી હતી અને જલગાંવ માટે ક્યાં ઉતરવું તેની માહિતી આપી હતી. ઉપરાંત, રેલ્વેના અધિકારીઓને પણ સમગ્ર ઘટના અંગે વાકેફ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details