ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat 108 Ambulance Service:સુરતમાં પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવાઈ - એમ્બ્યુલન્સમાં પ્રસુતાની ડિલિવરી

સુરત શહેરમાં ચાલુ 108 એમ્બ્યુલન્સમાં(Surat 108 Ambulance Service) પ્રસુતાની ડિલિવરી કરાવાઈ (Delivery of maternity in ambulance)જોકે બાળકને જન્મ આપ્યા બાદ માતા અને બાળકને બન્નેને તાત્કાલિક સિવિલ લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં (Surat Civil Hospital )બાળક અને માતાને બંનેની ચકાસણી કર્યા બાદ બંને તંદુરસ્ત હતા.

Surat 108 Ambulance Service:સુરતમાં પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવાઈ
Surat 108 Ambulance Service:સુરતમાં પ્રસુતાની 108 એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવાઈ

By

Published : Dec 9, 2021, 9:27 PM IST

  • સુરતમાં 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતાની ડિલિવરી કરાવાઈ
  • બાળકને અને મહિલાને સિવિલ લઈ જવામાં આવ્યા
  • બાળકને હોસ્પિટલના શિશુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યુ

સુરતઃશહેરમાં આજ રોજ 108 એમ્બ્યુલન્સમાં(Surat 108 Ambulance Service) ચાલુ ગાડીએ પ્રસુતાની ડિલિવરીનો (Delivery of maternity in ambulance)કિસ્સો સામે આવ્યો હતો.આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાંથી 108 એમ્બ્યુલન્સમાં પ્રસૂતાથી પીડાઈ રહેલી મહિલાને સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital ) લાવવામાં આવી રહ્યી હતી ત્યારે ચાલુ ગાડીએ જ માતાએ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ 108ના ડૉક્ટરે તાત્કાલિક ઓછામાં ઓછા સમયમાં સિવિલ લઈ આવ્યા હતાં. હોસ્પિટલમાં બાળક અને માતાને બંનેની ચકાસણી કર્યા બાદ બંને તંદુરસ્ત હતા. બાળકનું 2.5 કિલો વજન છે અને બાળક એકદમ સ્વચ્છ છે. હાલ બાળકને હોસ્પિટલના શિશુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે.

મહિલાને દુખાવો તથા મહિલાનીડિલિવરી કરવાની ફરજ પડી

108 દ્વારા કહેવામાં આવ્યુંકે લિંબાયત વિસ્તારમાંથી (Limbayat area Surat )અમને કોલ આવ્યો હતો અને અમે તરફથી કોલ પર જતા ત્યાં માતાને પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. એટલે તરત માતા અને તેમની સાસુને સાથે સિવિલ હોસ્પિટલ માટે નીકળ્યા હતા ત્યાંજ ચાલુ ગાડીએ મહિલાને દુખાવો થતાં ગાડીમાં પ્રસૂતિ કરાવી માતાએ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ બંનેને સિવિલ હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા.

હું 108 ટીમની આભારી છું કે તેમણે સાવચેતી પૂર્વક ડિલિવરી કરી

આજે સવારે મહિલાને દુખાવો થઈ રહ્યો હતો. દુખાવો વધવાના કરાણે તાત્કાલિક 108ને જાણ કરતા ગણતરીની મિનિટોમાં 108ની ટીમ આવી ગઈ હતી અને અમે મહિલા સિવિલ હોસ્પિટલ લઈ જાત હતા. મહિલાને રસ્તામાં દુખાવો થતા 108 ડૉક્ટર ચાલુ ગાડી એજ ડિલિવરી કરાવી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પોંહચતા હાલ બાળક અને માતા બંને તંદુરસ્ત છે. હું 108ની આભારી છું કે તેમણે એકદમ સાવચેતી પૂર્વક મારી વહુની ડિલિવરી કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદ મનપાને હાઈકોર્ટનો સવાલ: લોકો ઘરની બહાર નીકળીને શું ખાશે તે હવે શું કોર્પોરેશન કરશે નક્કી?

આ પણ વાંચોઃWall To Hide Slums View In Ahmedabad : એરપોર્ટથી સરદારનગર સુધી સ્લમ ઢાંકવા દીવાલનો વિરોધ કરતાં સ્થાનિકો

ABOUT THE AUTHOR

...view details