સુરત:સુરત હંમેશાથી અવનવી ડાયમંડની જ્વેલરી તૈયાર કરી વિશ્વને આશ્ચર્યમાં મૂકી દે છે. આ વખતે પણ એક કરોડો રૂપિયાની ડાયમંડ વિંટી જોઈ ચોક્કસથી લોકોની આંખમાં ચમક આવી જશે. સુરતના એચ.કે ડિઝાયર્સ દ્વારા તૈયાર કરાયેલી આખા વીટીની વાત કરવામાં આવે તો એમાં 50907 હીરા લગાડવામાં આવ્યા છે. 460.55 ગ્રામ ગોલ્ડ તેમજ 130.19 કેરેટના હીરાથી આ અદભુત વિંટી તૈયાર કરવામાં આવી છે. આ વિટી આટલી હદે આકર્ષક અને યુનિક છે કે તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
50,907 વૃક્ષો ઉગાવીશું:હરિકૃષ્ણ એક્સપોર્ટના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ધોળકિયાએ આ અંગે જણાવ્યું હતું કે, 'આ ખાસ વીટી એક ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી થાય આ હેતુથી આ ડાયમંડ રીંગને તૈયાર કરવામાં આવી છે. અમારી કંપની દ્વારા એક હીરાને સામે એક વૃક્ષ લગાવવામાં આવશે. એટલે આ રિંગમાં 50907 હીરા છે તેથી અમે 50907 વૃક્ષો ઉગાવીશું.'