વર્ષ 2018-19 માં સુમુલના ચેરમેન રાજેશ પાઠક દ્વારા કુલ 64 કરોડ જેટલું વ્યાજ ચુકવવામાં આવ્યું હોવાના આરોપ સુરત જિલ્લા સુમુલ ડેરીના ડિરેકટર જયેશ ડેલાદે કર્યા છે. જો આવનારા સમયમાં દૂધ સિવાયના પ્રોજેકટ બંધ નહીં કરવામાં આવે તો સુમુલને વધુ ખોટ વર્તાવાની ભીતિ છે.
સુમુલના ચેરમેન રાજેશ પાઠક દ્વારા 64 કરોડ રૂ.નું વ્યાજ ચુકવવાનો આરોપ - gujarati news
સુરતઃ દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુમુલ ડેરીના ચેરમેન દ્વારા વિવિધ પ્રોજેકટ માટે 1022 કરોડ રૂ.ની લોન લેવામાં આવી છે. જેની સીધી અસર જિલ્લાના પશુપાલકો પર પડી રહી છે. પશુપાલકોને દૂધના પ્રતિ ફેટ પર મળવાપાત્ર ભાવો નથી મળી રહ્યા. જેની પાછળનું કારણ સુમુલ ડેરીના ચેરમેન દ્વારા બેકરી, મધ અને આઈસ્ક્રીમ જેવા પ્રોજેક્ટમાં કરવામાં આવેલ રોકાણ હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે પ્રોજેકટમાંથી જોઈએ તેટલો નફો સુમુલ ડેરીને થઈ રહ્યો નથી.
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી અને સુરત જિલ્લા સુમુલ ડેરીના ડિરેકટર જયેશ ડેલાડે આરોપ લગાવ્યા છે કે, સુમુલના ચેરમેન રાજેશ પાઠકે વર્ષ 2017-18 અને 19માં કુલ 1022 કરોડ જેટલી લોન અલગ અલગ બેંકો મારફતે લીધી છે. સુમુલ ડેરીના ચેરમેન રાજેશ પાઠક દ્વારા મધ, બેકરી, આઈસ્ક્રીમ જેવા પ્રોજેકટ કરવામાં આવ્યા છે. જે પ્રોજેકટ થકી ફક્તને ફક્ત ખોટા તાયફાઓ કરવામાં આવ્યા છે. આ પ્રોજેકટ થકી યોગ્ય વળતર સુમુલને નથી ઉપજી રહ્યું. જેના કારણે સુમુલ ડેરી હાલ ઘાટામાં જઈ રહી છે. બીજી તરફ રાજેશ પાઠક દ્વારા હમણાં સુધી વરાહ 2018-19 માં 64 કરોડ જેટલું વ્યાજ ચૂકવી દેવામાં આવ્યું છે. જેની સીધી અસર સુરત જિલ્લાના પશુપાલકો પર પડી છે.
ચેરમેન દ્વારા ખોટા તાયફઓ બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પણ સુમુલને મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે આ અંગે સુમુલ ડેરીના ડિરેકટર જયેશ ડેલાદે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં રાજેશ પાઠક સામે ગંભીર આરોપ મુક્યા હતા.