ગત તારીખ 23મીએ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડુમસ રોડ પર રાહુલ રાજ મોલ પાસેથી આ ટોળકીના 11 શખ્સોને પકડી પાડ્યા હતા. તો તમામની પૂછપરછ કરતા હકીકત સપાટી પર આવી હતી કે, આ ટોળકીનો સૂત્રધાર મનોજકુમાર ઉર્ફે વિનાયક અગ્રવાલ ઉર્ફે વિજય ગુપ્તા ઉર્ફે છોટુ રામપ્રસાદ ઠાકુર છે. આ વિગતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય સૂત્રધારને રાંચીથી પકડી પાડ્યો હતો. અહીં મહત્વનુ છે કે, પોલીસે આ સૂત્રધાર પાસેથી 15 એટીએમ-ડેબિટ કાર્ડ, અલગ અલગ બેંકની 8 પાસબૂક, 16 ચેકબૂક, તેમજ 13 મોબાઇલ, અને 3 સીમકાર્ડ, 2 ટેબલેટ,તથા બે લેપટોપ કબજે કર્યા હતા.
સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા, 11 સાગરીતો બાદ મુખ્ય સૂત્રધાર ધડપકડ - Sweta shing
સુરત : સસ્તું સોનું આપવાનું કહી દેશભરના અનેક વેપારીઓ સાથે છેતરપિંડી કરી ચૂકેલી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી હતી. જેના 11 સાગરીતો પકડાયા બાદ હવે આ ટોળકીના મુખ્ય સૂત્રધારને રાંચીથી પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા સાંપડી છે. આ સૂત્રધાર પાસેથી થોકબંધ સાહિત્ય પોલીસે કબજે કર્યું છે.
તો આ ટોળકી ઇન્ડિયા માર્ટ નામની વેબ સાઇટ પરથી નાના-મોટા સોનાના વેપારીઓનો સંપર્ક નંબર મેળવી મોબાઇલ ફોન મારફતે સંપર્ક કરે અને સસ્તું સોનું આપવાની લાલચ આપે. જેમાં એક કિલો સોના દીઠ રૂ. 3 લાખનો ફાયદો થશે તેવી વાત કરે. પછી એ વેપારીને સુરત અથવા મુંબઈ બોલાવતો અને 100 ગ્રામ સોનાનું બિસ્કિટ ટેસ્ટિંગ માટે આપે, ત્યાર બાદ સોનું ખરીદવા માટે વેપારી જે રોકડ રકમ લાવ્યા હોય તે છેતરપિંડીથી પડાવી લઈ આ ટોળકી રફુચક્કર થઈ જતી હતી. આ જ રીતે થોડા મહિના પૂર્વે સુરતમાં એક વેપારીને બોલાવી રૂ. 27 લાખની છેતરપિંડી કરી હતી. હાલ તો ટોળકીનો સૂત્રધાર પકડાયો હોવાથી દેશભરમાં કેટલી જગ્યાએ કેટલી રકમની છેતરપિંડી કરી છે? એ અંગે સ્થિતિ સ્પષ્ટ થશે. જો કે આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.