- રાજ્ય એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત
- સુરતના અમુક વિસ્તારોમાં ઉંચી ઇમારતો નહિ બને
- ડુમસ ઉપર લાઈટો માટે 31 હેકટર જમીમની જરૂર
સુરત : સુરત એરપોર્ટ એસોસિએશન દ્વારા એરપોર્ટ પર રનવે બનાવવા માટે માંગ કરવામાં આવી છે. એરપોર્ટ એસોસિએશનનું કહેવું છે કે, એરપોર્ટ ઉપર રનવે બનાવવા માટે જમીનની જરૂર છે અને અમને જમીન મળવી મુશ્કેલ છે. આ માટે અમે રાજ્ય સરકારને અને સુરત કલેક્ટરને તથા સુરત સુડા ભવનમાં આ બાબતે એક પત્ર પણ લખીને આપ્યો હતો. 23 ફેબ્રુઆરી 2018ના રોજ જે બેઠક થઇ હતી તે બેઠકમાં એરપોર્ટ એસોસિએશન દ્વારા એમ કેહવામાં આવ્યું હતું કે, સુરત શહેરમાં ઉંચી ઉંચી ઇમારતો બનાવવા માટે રજીસ્ટ્રેશન કરવું પડશે. જેમાં ભવિષ્યમાં સુરત, અમદાવાદ સહીતના શહેરોમાં પાંચ માળની ઇમારતની પરવાનગી બાબતે વાત કરવામાં આવી હતી. એવામાં એરપોર્ટ નજીકની હોય તો તેને પરમિશન આપવામાં નહીં આવે તેવી વાત પણ કરવામાં આવી હતી. કારણ કે, 17 ડિસેમ્બરના રોજ સુડા ભવનમાં મીટિંગ થઇ હતી. ત્યાં ખજોદ અર્બન ડેવલોમેન્ટ એસોસિએશન દ્વારા સુરત એરપોર્ટને લઈને 2035 સુધી માસ્ટર પ્લાન ઉપર બનાવવાનો રન વે પેનલ ઉપર રનવે માટે 680 હેક્ટર જમીનની માગ કરવામાં આવી હતી.
એરપોર્ટ ઉપર માસ્ટર પ્લાન તરીકે અલગ લાઈટ લગાવવાની તૈયારી
સુરત એરપોર્ટ રનવે ઉપર વિમાનોના લેન્ડિંગ માટે સિગ્નલ આપી શકે તેવી અપ્રોચ લાઈટ છે. હવે આમાં એરપોર્ટના માસ્ટર પ્લાનમાં અપગ્રેડ કેટેગરીની ફસ્ટ કલાસ અપ્રોચ વાળી લાઈટ લગાવવાની તૈયારી છે. સુરત એરપોર્ટ કસ્ટમ કે, પ્લાનિંગના હિસાબે સીટી એટલે વેસુ તરફના વિસ્તારની કેટેગરીને ફસ્ટ ક્લાસ અપ્રોચ લાઈટ બનાવવાનો પ્રસ્તાવ છે. જેમાં કુલ 8.15 હેકટર જમીનોની જરૂરિયાતો છે. જે એરપોર્ટના સીમાની બહાર અને રાજ્ય સરકારની છે. આના માટે અમે લોકોએ સુરત કેલેકટરને પત્ર પણ મોકલી આપ્યો છે. તથા ડુમસ ઉપર લાઈટો માટે 31 હેકટર જમીમની જરૂર છે.