સુરતઃશહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટિવન જોન્સન સિન્ડ્રોમ બિમારીનો દર્દી દાખલ થયો છે. આ બિમારી જવલ્લે જ દેખાતી બિમારી છે. આ દર્દી વરાછા વિસ્તારમાંથી આવી સિવિલ હોસ્પિટલમાં પોતે જ દાખલ થયો છે. તેને શુગર અને શ્વાસની તકલીફ સાથે વિસેક દિવસથી ટિબીની પણ દવા ચાલી રહી હતી, જેના કારણે તેને ટિબી વિભાગમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે, આ પ્રકારની બિમારી લાખોમાં એક જોવા મળે છે.
આ પણ વાંચોઃથેલેસેમિયા ગ્રસ્ત બાળકને વિના ખર્ચે થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને મળ્યું જીવતદાન
બીમારી પાછળનું કારણ વધુ પડતી દવાઓનું રિએક્શનઃજોકે, બીમારી શા માટે ઘાતક છે. તેના કયા લક્ષણો છે. તે તમામ માહિતીઓ નવી સિવિલ હોસ્પિટલના સુપરિટન્ડન્ટ ડો. ગણેશ ગોવકરે જણાવ્યું હતું કે, એક 19 વર્ષના વ્યક્તિને સ્ટિવન જોન્સન સિન્ડ્રોમ બિમારી છે. આ પહેલા પણ આવ્યો હતો અને ગઈકાલે તેને સિવિલમાં દાખલ કરાયો છે. આ પ્રકારની બીમારી એકથી બે લાખ લોકોમાંથી ફક્ત 1 કા તો 2 વ્યક્તિમાં જોવા મળે છે. જોકે, આ બીમારી થવા પાછળનું કારણ વધુ પડતી દવાઓ લેવાના કારણે તેનું રિએક્શન થાય છે. આવી બીમારી હોય તો તેમાં 42થી 50 ટકા કેસોમાં લોકોના મૃત્યુ થઈ જાય છે.