ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ નેતાએ કહ્યું, કફીલ ડોક્ટર થઈને દેશભરમાં કોમવાદ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા - bjp

ભાજપ નેતા અને સાંસદ જગદંબિકા પાલે ઉતર પ્રદેશના ડોક્ટર કફીલ ખાન પર લગાવવામાં આવેલા એનએસએ ને લઇ નિવેદન આપ્યું હતું.

કફિલ ડોક્ટર થઈને દેશભરમાં કોમવાદ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા
કફિલ ડોક્ટર થઈને દેશભરમાં કોમવાદ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા

By

Published : Feb 14, 2020, 5:49 PM IST

સુરત : ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ જગદંબિકા પાલે સુરત ખાતે હાલ ઉત્તર પ્રદેશના ડોક્ટર કફીલ ખાન ઉપર લગાવવામાં આવેલા એનએસએને લઇ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર આપવાની જગ્યાએ તેઓ નિવેદન આપતા રહ્યા હતા. હાલ પણ દેશભરમાં ફરીને સરકાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. તેમની ભાષા દેશવિરોધી છે. ડોક્ટર થઈને દેશભરમાં કોમવાદ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેથી કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે ઉત્તરપ્રદેશ સરકારે આ નિર્ણય કર્યો છે.

કફિલ ડોક્ટર થઈને દેશભરમાં કોમવાદ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા
વધુમાં જણાવ્યું હતું કે CAA સમર્થનમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને આવવુ જોઈએ. જે તે સમયે જ્યારે બાંગ્લાદેશની વાત સામે આવી હતી, ત્યારે અટલ બિહારી વાજપેયીએ સરકારનું સમર્થન કર્યું હતું. એક જવાબદાર વિપક્ષ તરીકે તેઓને વર્તન કરવું જોઈએ, પરંતુ હાલ તેઓ દેશમાં ભ્રમ્હ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. દેશમાં જે લોકો ટુકડે ટુકડે ગેંગમાં સામેલ છે, તેવા જામિયા અને જેએનયુના લોકોને સાથે ઉભા છે. તેઓ શાહીનબાગની સાથે ઉભા છે.

ABOUT THE AUTHOR

...view details