ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત જિલ્લામાં ધોરણ12ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓની હાજરી ખૂબ ઓછી

આજથી રાજ્યભરમાં ધોરમ-12નું 50 ટકા વિદ્યાર્થીની હાજરી સાથે ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ થયું હતું. જિલ્લા સહિત રાજ્યભરમાં ધોરણ-12નું 50ટકા વિધાર્થીની હાજરી સાથે ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું હતું,શિક્ષકો દ્વારા દરેક વિધાર્થીઓને સેનેટાઇઝ કરી આવકાર્યા હતા.

સુરત જિલ્લામાં ધોરણ12ના વર્ગો શરૂ
સુરત જિલ્લામાં ધોરણ12ના વર્ગો શરૂ

By

Published : Jul 15, 2021, 11:58 AM IST

  • ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ
  • શિક્ષકો દ્વારા તમામ વિધાર્થીઓને સેનેટાઇઝ કરી આવકાર્યા
  • તપોવન સ્કૂલમાં 25 વિધાર્થીઓમાંથી માત્ર 8 વિધાર્થીની હાજર

સુરત :રાજ્યમાં કોરાનાનો કહેર ઘટતા ફરી રાજ્ય સરકાર દ્વારા ધોરણ12ના 50ટકા વિધાર્થીઓની હાજરી સાથે ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેતા આજ રોજ સુરત જિલ્લાની શાળાઓમાં ધોરણ 12ના વિધાર્થીઓ ઉત્સાહભેર આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા પણ શાળાએ આવેલા તમામ વિધાર્થીઓને થર્મલ ગન અને સેનેટાઇઝર કરીને આવકાર્યા હતા.

આ પણ વાંચો : 15 જુલાઇથી ધોરણ 12ની સ્કૂલો અને કોલેજો 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરાશે

25 વિધાર્થીઓમાંથી ફક્ત 8 વિધાર્થીની જ હાજર

કોરાના ગાઈડલાઈનના નિયમોનું પાલન કરાવીને શિક્ષણ કાર્ય શરૂ કર્યું હતું. ઓલપાડના કીમ ખાતે આવેલા તપોવન સ્કૂલમાં શિક્ષણ કાર્ય શરૂ થતા 25 વિધાર્થીઓમાંથી ફક્ત 8 વિધાર્થીની જ હાજર જોવા મળી હતી. જોકે, લાંબા સમયથી ઘરે બેસી ઓનલાઈન શિક્ષણ લેતા વિધાર્થીઓ પણ કંટાળી ગયા હતા. ત્યારે ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં વિધાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Offline Education: Vadodara Nagar Education Committeeએ ગરીબ બાળકોને ઘરે જઈને ભણાવવાનો અભિગમ અપનાવ્યો

શાળાઓમાં વિધાર્થીઓની ખૂબ ઓછી હાજરી જોવા મળી

સુરત શહેર અને જિલ્લામાં ધોરણ 12ની 741 શાળામાં લગભગ 70હજાર જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજ રોજ ફરી શરૂ થયેલા ઓફલાઈન શિક્ષણ કાર્યમાં વિધાર્થીઓની હાજરી ખૂબ ઓછી જોવા મળી હતી.

સુરત જિલ્લામાં ધોરણ12ના વર્ગો શરૂ

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details