સુરત : તમામ ઝારખંડવાસીઓએ પોત પોતાના વતન જવાની ખુશી વ્યક્ત કરી હતી. ઝારખંડ સરકાર અને રાજ્ય સરકારનો પણ આભાર માન્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા લોકડાઉનના કારણે સૌથી દયનીય સ્થિતિ શ્રમિક વર્ગની જોવા મળી હતી. જ્યાં બંને સરકારો વચ્ચે ચર્ચા બાદ પહેલાં ઓરિસ્સા અને ત્યારબાદ હવે ઝારખંડવાસીઓને પોતાના માદરે વતન જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત મનપા દ્વારા વિશેષ ટ્રેનમાં ઝારખંડના શ્રમિકોને રવાના કરાયા - latest corona updates in gujarat
ઓરિસ્સા બાદ હવે કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન્સ મુજબ ઝારખંડવાસીઓને પણ તેમના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. સુરતના લીંબાયત અને ગોડાદરા વિસ્તારમાં વસતા ઝારખંડવાસીઓને મનપા સંચાલિત સીટી બસ દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.
વિશેષ ટ્રેનથી શ્રમિકો સુરતથી ઝારખંડ રવાના
આ તમામને સ્પેશિયલ ટ્રેન દ્વારા તેમના વતન રવાના કરવામાં આવ્યા છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી બોગીમાં તમામ બેઠક વ્યવસ્થા શ્રમિકો માટે કરવામાં આવી છે.