ગુજરાત

gujarat

ETV Bharat / state

ડિસઓર્ડર હોવા છતાં દુનિયામાં વગાડ્યો ડંકો, ગિનિસ બુકે પણ કહ્યું ઓહો...

સુરતનો મૂળ રહેવાસી અને હાલ ન્યુજર્સી રહેતો 19 વર્ષીય સ્પર્શ શાહએ દુર્લભ ડિસઓર્ડર ઓસ્ટિઓજેનેસિસ ઇમ્પરફેક્ટા હોવા છતાં તેણે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ (Guinness World Records) હાંસલ કર્યો છે. 19 વર્ષના સ્પર્શે તેના બંને પગને બે કલાક સુધી 6 ઇંચ ઉપર ઉભી સ્થિતિમાં પકડી રાખ્યા હતા.

સ્પર્શને થઇ શકે છે ફેક્ચર છતાં અદભુત સર્જયો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
સ્પર્શને થઇ શકે છે ફેક્ચર છતાં અદભુત સર્જયો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

By

Published : Oct 11, 2022, 7:11 PM IST

સુરતના સ્પર્શ શાહ પોતાના આ દર્દને શક્તિ બનાવીને હાલ અનેક સિદ્ધિઓહાંસિલ કરી છે. દુર્લભ ડિસઓર્ડર ઓસ્ટિઓજેનેસિસ ઇમ્પરફેક્ટા હોવા છતાં તેણે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ (Guinness World Records) હાંસલ કર્યો છે. 19 વર્ષના સ્પર્શે તેના બંને પગને બે કલાક સુધી 6 ઇંચ ઉપર ઉભી સ્થિતિમાં પકડી રાખ્યા હતા. સ્પર્શ શાહને જન્મ સમયે 40 અને 19ની ઉમર સુધી 150 થી વધુ ફેક્ચર આવેલા છે.

જન્મ સમયે 40 અને 19ની ઉમર સુધી 150 થી વધુ ફેક્ચર

પ્રેરણાદાયી વક્તામૂળ સુરતના અને હાલ ન્યુજર્સી રહેતો 19 વર્ષીય સ્પર્શ શાહ એક અમેરિકન રેપર, ગાયક, ગીતકાર અને ન્યુ જર્સી અને યુએસમાં પ્રેરણાદાયી વક્તા છે. તેનો જન્મ 2003માં ન્યૂ જર્સીના ઈસેલિનમાં સુરતના ગુજરાતી પરિવારમાં થયો હતો. સ્પર્શને ખૂબ જ દુર્લભડિસઓર્ડર ઓસ્ટિઓજેનેસિસ ઇમ્પરફેક્ટા છે, જેને બ્રિટલ બોન ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. 19 વર્ષની ઉંમરમાં તેને આજ દિન સુધી 150 થી વધુ ફેક્ચર થયા છે. તે એક એવી પરિસ્થિતિથીમાંથી પસાર થઈ રહ્યો છે કે તેણે ક્યારે પણ ફેક્ચર થઈ શકે છે. પરંતુ 150 ફેકચરની પીડા અને દર્દને તે ભગવાને આપેલી ગુપ્તશક્તિ તરીકે માને છે. તેણે હાલ માં જ એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ હાંસલ કર્યો છે. જે લોકો મતે પ્રેરણા છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ

મક્કમ મનોબળસ્પર્શ શાહે 21 જુલાઇ 2022 ના રોજ તેના બંને પગને બે કલાક સુધી ઉભી સ્થિતિમાં પકડી રાખ્યા હતા. જે વિશ્વને બતાવે છે કે જ્યારે તમે તમારું મક્કમ મનોબળ રાખો તો કંઈ પણ શક્ય છે. આ પહેલથી શારીરિક, બૌદ્ધિક અને દૃષ્ટિની ક્ષતિઓ ધરાવતા લોકો માટે રમતગમત, તાકાત અને પ્રવાસના રેકોર્ડની શ્રેણીમાં 23 નવી કેટેગરી રજૂ કરવામાં આવી છે. જેમાં સ્પર્શએ રેકોર્ડ મેળવ્યો છે.

સ્નાતકની ડીગ્રીસ્પર્શ શાહ વિશ્વની સૌથી સારી મ્યુઝિક એકેડમી બ્રેકલીમાં સ્નાતકની ડીગ્રી માટે ભણી રહ્યો છે. શારીરિક અને માનસિક પીડાને દૂર કરવા માટે તેને સંગીતને અપનાવ્યું છે. હાલમાં જ તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. માત્ર 19 વર્ષની ઉંમર માટે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના કરોડો લોકો માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ બની ગયો છે. દુઃખ તકલીફ અને પીડા ને દૂર કરવા માટે તેને સંગીતને માધ્યમ બનાવ્યુ છે. અને આ માટે તે ઈશ્વરનો આભારી પણ છે.

અનિશ્ચિતતા અમારો મિત્રઆ અંગે સ્પર્શ શાહએ કહ્યું કે જીવનમાં ક્યારેય પણ દુઃખ મળે તો તે ભગવાન દ્વારા આપેલી ગુપ્તશક્તિ સમાન છે. દુઃખ હંમેશા ટૂંક સમય માટે હોય છે જે હંમેશા ધ્યાન રાખવાનુ હોય છે. સંગીત તમને શારીરિક અને માનસિક તકલીફોથી દૂર રાખે છે. જ્યારે પણ મને પીડા થઈ છે ત્યારે સંગીતએ તેમાંથી બહાર કાઢ્યો છે. હું માનું છું કે તમે કહી શકો કે અનિશ્ચિતતા અમારો મિત્ર બની ગઈ છે. આ રેકોર્ડ માટે અમે મૂળ રીતે એક કલાક સુધી પહોંચવાનું આયોજન કરી રહ્યા હતા. કારણ કે તે એવરેજ હતી જે હું દરરોજ કરતો હતો. પરંતુ એક વખત કલાક પસાર થઈ જાય પછી પણ હું જાણતો હતો કે હું વધુ કરી શકું છું.

ડોક્ટર થયા અચંભિતસ્પર્શના પિતા હિરેન શાહએ જણાવ્યું હતું કે, આ રેકોર્ડ માટે સ્પર્શે શક્ય તેટલા લાંબા સમય સુધી, જમીનથી ઓછામાં ઓછા છ ઇંચ, બંને પગ એકસાથે ઉભા કરીને તેની પીઠ પર સપાટ પડવું પડ્યું. વ્યાયામએ સૌથી કઠિન હોય છે અને સ્પર્શના કિસ્સામાં, સખત પકડ જાળવી રાખવી વધુ મુશ્કેલ હતું. તે એટલા માટે કારણ કે સ્પર્શને ઓસ્ટિઓજેનેસિસ ઇમ્પરફેક્ટા, અથવા બરડ હાડકાનો રોગ છે; એક અસાધ્ય રોગ જે તેના હાડકાંને અત્યંત નાજુક બનાવે છે. પણ તેણે કરી બતાવ્યું છે. ગયા વર્ષે જ્યારે અમે સ્પર્શના વાર્ષિક તપાસ માટે લઈ ગયા હતા, ત્યારે તેના ડૉક્ટરે કહ્યું કે તેની 35 વર્ષની પ્રેક્ટિસમાં, સ્પર્શ જે કરી શક્યો છે તે તેણે ક્યારેય કોઈને જોયું નથી. હિરેને આગળ જણાવ્યું હતું કે તેઓ જ હતા જેમણે અમને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

75 થી વધુ ગીત લખ્યા ભારતીય શાસ્ત્રી સંગીત સાથે હિપ હોપ, રેપ, રોક જેવા 75 થી પણ વધુ ગીત લખ્યા છે. એટલું જ નહીં રેપ અને ભારતીય સંગીતનું ફ્યુઝન પણ બનાવે છે અને જાતે મ્યુઝિક કમ્પોઝ પણ છે. 13 વર્ષ સુધી ભારતીય સંગીત અને હાલ અમેરિકામાં બ્રેકલી મ્યુઝિક એકેડમી કન્ટેમપેરી સંગીત શીખી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details