ગુજરાત

gujarat

ETV Bharat / state

Snake News: સુરતમાં કામરેજ તાલુકામાં કૂવામાં પડી ગયેલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું - snake News Surat

કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં એક સાપ કૂવામાં પડી જતાં સ્થાનિકોએ તાત્કાલિક ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમનો સંપર્ક કર્યો હતો. સ્થળ પહોંચેલી ટીમે કૂવામાં શાકભાજીનું કેરેટ ઉતારી સાપને હેમખેમ બહાર કાઢ્યો હતો અને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો.

સુરતમાં કામરેજ તાલુકામાં કૂવામાં પડી ગયેલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
સુરતમાં કામરેજ તાલુકામાં કૂવામાં પડી ગયેલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 10:53 AM IST

સુરતમાં કામરેજ તાલુકામાં કૂવામાં પડી ગયેલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

સુરત:જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલ એક ખેડૂતના ખેતરના કૂવા સાપ પડી ગયો હતો. આ સાપ કુવાની બહાર નીકળવા હવાતિયાં મારી રહ્યો હતો. સ્થાનિક સાગરભાઈ પટેલની નજર આ સાપ પર પડતા તેઓએ તાત્કાલિક ફ્રેન્ડસ ઓફ એનિમલ ટીમના સભ્ય કેતન ભાઈ કોળીનો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. કૂવામાં શાકભાજીનું કેરેટ ઉતારી સાપને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા.


સાપ કૂવા પડ્યો છે એ કોલ આવતા જ હું સ્થળ પર પહોંચી ગયો હતો. સાપને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢી સલામત જગ્યાએ છોડવામાં આવ્યો હતો."-- કેતનભાઈ કોળી (ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમના સભ્ય)

સાપ માછલી પકડવાની જાળમાં: થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલ સ્મશાનમાં છેલ્લા બે દિવસથી એક સાપ માછલી પકડવાની જાળમાં ફસાઈ ગયો હતો. સ્થાનિકોની નજરે આ સાપ પર જતાં તેઓએ તાત્કાલિક કામરેજના ઉંભેળ ગામ રહેતા જીવદયા પ્રેમી કેતનભાઈ કોળી અને કપિલ દેસાઈ સ્થળ પર પહોંચી ગયા હતા. જાળ કાપી બે કલાકની લાંબી જહેમત બાદ સાપને હેમખેમ જાળમાંથી મુક્ત કરાવ્યો હતો અને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.ત્યારે આ સાપ એશિયાનો સૌથી ઝેરી રસલ વાઈપર જાતિનો સાપ હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે હાલ તો જીવદયા પ્રેમીઓના કારણે વધુ એક ઝેરી સાથે મોતના મુખમાંથી બહાર આવ્યો છે.

સુરતમાં કામરેજ તાલુકામાં કૂવામાં પડી ગયેલા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

સુરતમાં સાપ કરડવાના કેસ:સુરતમાં સાપ કરડવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં મુખ્યત્વે સરિસૃપો જમીનની બહાર નીકળતા હોય છે. ત્યારે સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સર્પદંશના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનામાં 49 જેટલા સાપ કરડવાના કેસ આવ્યા છે.

  1. Snake Rescue : સાપ નીકળવાના કિસ્સા વધ્યા, મકાનના રસોડામાંથી ઝેરી કોબ્રા પકડાયો
  2. Snake : બિહારમાં ટેબલ નીચે 24 કોબ્રાએ પડાવ નાખ્યો, 60 ઈંડા મળી આવ્યા, નજર જતાં લોકોના હોશ ઉડ્યા
  3. Bihar News: અરરિયામાં મધ્યાહન ભોજનમાંથી સાપ મળી આવ્યો, ખોરાક ખાધા બાદ અનેક બાળકોની તબિયત લથડી

ABOUT THE AUTHOR

...view details