સુરત : ભારતીય રાષ્ટિય કોગ્રેસ પ્રમુખ મલિકા અર્જુન ખર્ગે સાથે આ દેશમાં એક કલાક માટે મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દેશની લોકશાહી બચાવાની છે. આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે ભ્રષ્ટાચાર કરી રહી છે. કોંગ્રેસના આગેવાનો સામે ઇડી ઇન્કમટેક્ષનો અને સરકારી એજન્સીઓનો આ તમામનો ઉપયોગ કરી રહી છે.
સત્ય સાથે અહિંસાની રાહે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લાંબી છે :સુરત જિલ્લા કોગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા કલેકટર કચેરીની બહાર એક કલાક માટે દેશમાં લોકશાહી, મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહીતના મુદ્દે મૈન ધરણા ઉપર બેઠા હતા. ભાજપ સરકારના ભ્રષ્ટરાજમાં કરોડો રૂપિયાના ફુલેકા ફેરવી ગયા છે. નીરવ મોદી, મેહુલ ચોકસી, લલિત મોદી સહિત ભાગેડુએ દેશની જનતાના પરસેવાની કમાણી લૂટીને ભાગી ગયા છે. તેમના પર કાર્યવાહી કરવાને બદલે લોકશાહીના હનન કરી રહ્યા છે. ઇડી, સીબીઆઈ, ઇન્કમટેક્ષ સહીતની કેન્દ્રીય એજન્સીઓનાં દુરપયોગ કરીને વારંવાર વિપક્ષના અવાજને દબાવવા સતત ભાજપ સરકાર કામ કરી છે. સત્ય સાથે અહિંસાની રાહે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લાંબી છે. ભાજપ ગમે તેટલો ડરાવવા, ધમકાવવા, અવાજ દબાવવા, ખોટા કેસ દાખલ કરવાનો પ્રયાસ કરે અવાજ દબાવવાનો નથી. રાહુલ ગાંધી ગરીબ-સામાન્ય વર્ગ માટે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા સતત ઉઠાવી રહ્યા છે, પરંતુ મોદી સરકારનું ધ્યાન ત્યાં જતું નથી. ભાજપ સરકાર માત્રને માત્ર રાહુલનો અવાજ બંધ કરવા બદલાની રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. ભારત દેશમાં લોકતંત્રને બચાવવા, મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહીતના મુદ્દે રાહુલ ગાંધી સવાલ ઉઠાવતા રહેશે. કોન્ગ્રેસ પક્ષનો એક એક કાર્યકર રાહુલ ગાંધી સાથે ખભેથી ખભો મિલાવી આ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં લડત આપતા રહેશે.
આ પણ વાંચો :Jantri Rate: જંત્રીના મામલે સરકારે આપી રાહત, આ શરત હેઠળ જૂના ભાવ લાગુ રેહશે