- 4000 વનવાસી યુવક-યુવતીઓને કથાકાર બનાવ્યા
- 'ભારતની સાથે એકલના રંગ' કાર્યક્રમ યોજાશે
- 6 અને 7 માર્ચના રોજ રજત જયંતી સમારોહ ઉજવાશે
સુરત: શ્રી હરી સત્સંગ સમિતિના પ્રથમ અધ્યક્ષ સાધુરામ બંસલ હતા. સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા વનવાસી કથાકારો છેલ્લા 25 વર્ષથી ગામેગામ ફરીને રામ અને કૃષ્ણની કથાઓ કરે છે. તેનો પ્રભાવ વનવાસી સમાજમાં એ થયો છે કે તેમને વ્યસનમુક્તિમાં સફળતા મળી છે અને વ્યાસપીઠ પર બેસવાને કારણે સામાજિક સમરસતા વધી છે. અછૂતપણાનો પણ અંત આવ્યો છે અને ગાંધીજીના સપના સાકાર કર્યા છે. વનવાસી ગામમાં મંદિર એક પણ નહોતા ત્યારે લોકો ભગવાન રામ, હનુમાનજી અને કૃષ્ણને ભૂલી ગયા હતા પરંતુ સમિતિએ શ્રી હરી મંદિર રથને વનવાસી ગામોમાં ફેરવ્યા. આ રથ એક મહિનામાં 40 ગામમાં ફરે છે અને લોકોની પૂજા કરે છે જેના કારણે તેઓની પોતાના ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા વધી છે અને કોઈપણ વ્યક્તિ તેમને ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવી શક્યા નથી.