મહાશિવરાત્રિને ગણતરીના દિવસો બાકી સુરતઃલંડન મેટ્રોપોલિટીન પોલીસના જાંબાઝ પોલીસ અધિકારી સિમોન ઓવેન્સ શિવભક્ત છે. તેઓ ખાસ મહાશિવરાત્રિના પર્વના કારણે સુરત આવ્યા હતા. અહીં તેમણે ઓખેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. એટલું જ નહીં, તેમણે ગૌમાતાની પૂજા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતની ધાર્મિકતા અને આધ્યાત્મિકતા આખા વિશ્વને શાંતિ અને વિશ્વાસનો સંદેશ આપે છે.
આ પણ વાંચોઃRudraksha Shivling: 31 લાખ રૂદ્રાક્ષથી બનેલા શિવલિંગના દર્શન કરવા હશે તો જવું પડશે વલસાડ, વિશેષ આયોજન
મહાશિવરાત્રિને ગણતરીના દિવસો બાકીઃ મહાશિવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દેશભરમાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ લંડન મેટ્રોપોલિટીન પોલીસના જાંબાઝ પોલીસ અધિકારી સિમોન ઓવેન્સ કે જેઓથી અપરાધીઓ કાંપે છે. તેઓ મહાશિવરાત્રિ પર્વ પહેલા સુરત આવી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા. યુકેથી હીરો કાઉન્સિલના ડેપ્યુટી લેફ્ટનન્ટ સિમોન ઓવેન્સ (ડેપ્યુટી લેફ્ટનન્ટ) કે, જેઓ ચીફ સુપરિટન્ડન્ટ (મેટ્રોપોલિટન પોલીસ લંડન) છે. તેઓ સુરત શહેરમાં આયોજિત ગુરૂવર વિશ્વબંધુના સાંનિધ્યમાં ઓખેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે ભવ્ય મહારૂદ્ર યજ્ઞમાં આહૂતિ પણ આપી હતી.
શિવ મંદિરમાં માત્ર પૂજા અર્ચનાઃમંદિર પ્રાંગણમાં એક વિદેશી પોલીસ ઓફિસરને ભગવાન શિવની પૂજાઅર્ચના કરતા જોઈ લોકો પણ ખૂબ જ આશ્ચર્યમાં મૂકાઈ ગયાં હતાં. સિમોન ઓવેન્સએ શિવ મંદિરમાં માત્ર પૂજા અર્ચના જ નહીં. પરંતુ મંદિર આવતા પહેલાં ગૌમાતાની પણ પૂજા કરી હતી. જે રીતે તેઓ પૂજા અર્ચના કરી રહ્યા હતા .તેને જોઈ કોઈ પણ કહી શકશે નહીં કે, તેઓ લંડન પોલીસ ઑફિસર છે. ભારતીય પરંપરા મુજબ, તેમણે ગૌમાતાની આરતી ઉતારી અને તેમને હાર પણ પહેરાવ્યો હતો.
આખા વિશ્વને શીખવાની જરૂરઃસિમોન ઓવેન્સએ જણાવ્યું હતું કે, મને ખૂબ જ ગર્વની લાગણી થઈ રહી છે કે હું અહીં આવ્યો છું. મને આધ્યાત્મિકતાની અનુભૂતિ અહીં જ થઈ છે અને મને ગર્વ છે કે, હું અહીં આવીને અહીંની રીતિ અને પરંપરાનો ભાગ બન્યો છું. મને મહાશિવરાત્રિ અંગે જાણ છે. હું પોતાને સૌભાગ્યશાળી માનું છું કે, હું એની મહત્વતા અને લાક્ષણિકતા અંગે જાણું છું અને આ મહાપર્વમાં ભાગ બનવાના કારણે હું ભાગ બનાવવા માટે ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. ભારત જે રીતે પોતાની ધાર્મિકતા અને આધ્યાત્મિકતા ગંભીર છે અને શાંતિ અને વિશ્વાસનો સંદેશ આપે છે. તેનાથી આખા વિશ્વને શીખવાની જરૂર છે.
આ પણ વાંચોઃMaha Shivratri 2023: મહાશિવરાત્રિના મેળામાં જોવા મળશે ધર્મના અનેક દ્રષ્ટાંત, મેળામાં આવ્યા ખડેશ્રી બાબા
વિશ્વ શાંતિ માટે મહારૂદ્ર યજ્ઞનું આયોજનઃશહેરના ઓખેશ્વર મહાદેવ મંદિર, શિવધામ યોગ આશ્રમ, દાંડી રોડ, ભેસાણ ખાતે યોજાનાર મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. 14મી ફેબ્રુઆરી મંગળવારથી 18મી ફેબ્રુઆરી શનિવાર સુધી (મહાશિવરાત્રિ) દરમિયાન ઓખેશ્વર મહાદેવ મંદિરમાં વિશ્વ શાંતિ માટે મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સ્થળે મહારૂદ્ર યજ્ઞની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યજ્ઞશાળાનું નિર્માણ સ્વસ્તિક પ્રતીકના આકાર પર કરવામાં આવી રહ્યું છે.